બૉલીવુડની એક અત્યંત BUSY અને FAMOUS હીરોઇન તમામ કામો બાજુએ મૂકી કોઈ ઓળખી ન જાય તે રીતે બુર્કો પહેરીને કેમ મળવા પહોંચી આ ‘પરી’ને ?

બૉલીવુડની એક અત્યંત BUSY અને FAMOUS હીરોઇન તમામ કામો બાજુએ મૂકી કોઈ ઓળખી ન જાય તે રીતે બુર્કો પહેરીને કેમ મળવા પહોંચી આ ‘પરી’ને ?

શ્રદ્ધા કપૂર એક અત્યંત વ્યસ્ત અને જાણીતી અભિનેત્રી છે. તે એક સાથે ઘણી ફિલ્મો કરી રહી છે.

શ્રદ્ધા કપૂર ટાઇટ શિડ્યુઅલ છે હોવા છતાં તાજેતરમાં તેણે તમામ કામ બાજુએ મૂક્યા અને એક 13 વર્ષની છોકરી માટે સમય કાઢ્યો.

આ 13 વર્ષની ઢિંગલી જેવી છોકરી બીમાર છે, પણ શ્રદ્ધા કપૂરની જબર્દશ્ત ફૅન છે. આ છોકરીને ટ્યૂબરક્લોસિસ (ટીબી) છે. તેની આ બીમારી ત્રીજા સ્ટેજ પર છે.

તાજેતરમાં જ એક સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટમાં આ છોકરીની શ્રદ્ધા કપૂરને મળવાની ઇચ્છા વિશે લખ્યુ. શ્રદ્ધા કપૂરે જેવી જ આ પોસ્ટ વાંચી, તેણે ટાઇટ શિડ્યુઅલના તમામ કામો કોરાણે મૂક્યા અને સંગઠન સાથે સંપર્ક સાધ્યો.

સંગઠન સાથે સંપર્ક સાધ્યા બાદ શ્રદ્ધા કપૂર આ 13 વર્ષની તેની ફૅનને મળવા પહોંચી ગઈ. શ્રદ્ધા કપૂરે આ મુલાકાત વખતે ખાસ સાવચેતી રાખી.

શ્રદ્ધા બુર્કો પહેરીને આ છોકરીને મળવા માટે હૉસ્પિટલમાં પહોંચી કે જેથી કોઈ તેને ઓળખી ન જાય અને હૉસ્પિટલ તંત્રને કે કોઈને પણ કોઈ અવ્યવસ્થાનો સામનો ન કરવો પડે.

આ પણ વાંચો : 31 જાન્યુઆરીનું રાશિ ફળ : આજે આ રાશિઓના જાતકોનું ખુલી શકે કિસ્મત, મળી શકે છે એવા શુભ સમાચાર કે ખુશીથી ઉછળી પડશો અને આકસ્મિક ધન લાભના પણ છે યોગ, તમારી રાશિ તો આમાંની એક નથી ?

બીમાર છોકરી સાથે એક તસવીર પોસ્ટ કરતા શ્રદ્ધાએ લખ્યું, ‘હું એટલી ખુશ છું કે હું આજે સુમાયાને મળી શકી. તે એટલી પ્યારી નન્હી પરી છે. તેના સાજા થવાની પ્રાર્થના કરુ છું. કૃપયા મને જણાવો કે હું કેવી રીતે તેની સારવારમાં મદદ કરી શકું અને આ પ્રકારનું શ્રેષ્ઠ કામ કરવા માટે આપ સૌને શુભેચ્છઆઓ.’

આ પણ વાંચો : દુબઈથી પકડી લાવવામાં આવેલા આ બંને વચેટિયાઓની ઊંઘ હરામ કરી નાખી EDએ, વહેલી સવારે 4 વાગ્યાથી થઈ રહી છે પૂછપરછ

નોંધનીય છે કે શ્રદ્ધા કપૂર હાલમાં બાહુબલી ફેમ પ્રભાસ સાથે સાહો ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ઉપરાંત તેના હાથમાં છિછોરે ફિલ્મ પણ છે. તે સાઇના નહેવાલની બાયોપિક તથા વરુણ ધવન સાથે એબીસીડી 3 ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

[yop_poll id=919]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

  • Follow us on Facebook

Published On - 3:53 am, Thu, 31 January 19

Click on your DTH Provider to Add TV9 Gujarati