Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) હાલમાં જ તેના બોલ્ડ હેર કટને કારણે ચર્ચામાં રહી હતી. અભિનેત્રીએ તેમના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને આ માહિતી આપી હતી.

Shilpa Shettyએ પતિ રાજ કુન્દ્રા માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઈલ, પતિના જામીન માટે રાખી હતી માનતા
Shilpa Shetty
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:47 PM

બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેમના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. અભિનેત્રીએ થોડા દિવસો પહેલા તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે અંડરકટ હેરકટ કરતી જોવા મળી હતી. તેની આ બોલ્ડ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી.

 

શિલ્પા શેટ્ટીની અંડરકટ હેરસ્ટાઈલે સોશિયલ મીડિયા પર ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ વીડિયો જોઈને ચાહકોએ તેમને ડેરિંગ કહી હતી. તે જ સમયે કેટલાક લોકોએ તેમના આ અનોખા હેરકટની પ્રશંસા કરી હતી. પરંતુ હવે આ અન્ડરકટ હેરકટ પાછળનું કારણ સામે આવ્યું છે.

 

 

 

શિલ્પાએ તેના પતિ માટે માંગી હતી માનતા

સૂત્રોના જણાવ્યા અનુસાર શિલ્પાએ તેમના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ના કારણે તેમના માથા પર કેટલાક વાળ મુંડાવ્યા હતા. એક અહેવાલ મુજબ શિલ્પાએ માનતા લીધી હતી કે જો તેમના પતિને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળશે તો તે પોતાનું માથું મુંડન કરાવશે. પતિ રાજ કુન્દ્રા જેલમાંથી બહાર આવ્યા બાદ અભિનેત્રીએ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી.

 

2 મહિના પછી જેલમાંથી બહાર આવ્યો રાજ કુન્દ્રા

શિલ્પાનો પતિ રાજકુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં છેલ્લા બે મહિનાથી જેલમાં હતો. કુન્દ્રાની પોલીસે 19 જુલાઈએ અશ્લીલ સામગ્રી બનાવવા અને અપલોડ કરવા બદલ ધરપકડ કરી હતી. 21 સપ્ટેમ્બરે રાજને જેલમાંથી જામીન મળ્યા હતા. જો કે જેલમાંથી આવ્યા બાદ રાજ કોઈપણ પ્રકારની પબ્લિક અપીયરન્સમાં જોવા મળ્યો નથી. ફેબ્રુઆરી 2021માં આ મામલે એક કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે એક વોટ્સએપ ચેટ સામે આવી હતી.

 

શિલ્પા અલીબાગમાં વેકેશન માણી રહી છે

આ મામલે શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. અભિનેત્રીએ તેના પતિનો બચાવ કરતાં કહ્યું હતું કે તેમનો પતિ એરોટિક કન્ટેન્ટ બનાવતો હતો પોર્ન નહીં. આ દિવસોમાં શિલ્પા શેટ્ટી પોતાના પરિવાર સાથે અલીબાગમાં વેકેશન માણી રહી છે. વેકેશન પર જતા સમયે શિલ્પા અને તેમના બાળકોની ઘણી તસ્વીરો સામે આવી હતી. આ દરમિયાન શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનો કોઈ ફોટો સામે આવ્યો નથી.

 

 

આ પણ વાંચો :- ‘Antim: The Final Truth’ Trailer: સલમાન ખાનની પાવર-પેક એક્શન, આયુષ શર્માની જબરદસ્ત એક્ટિંગ, જુઓ ધમાકેદાર ટ્રેલર

 

આ પણ વાંચો :- ‘Antim: The Final Truth’ના ટ્રેલર લોન્ચમાં કાળા પોશાકમાં પહોંચ્યા સલમાન ખાન અને આયુષ, જુઓ Photos