Breaking News : શર્લિન ચોપરા રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ કરવા મુંબઈના જુહુ પોલીસ સ્ટેશન પહોંચી, FIR દાખલ કરશે

મોડલ શર્લિન ચોપરા, રાજ કુન્દ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસને ફરિયાદ કરવા જુહુ પોલીસ સ્ટેશન પહોંચી છે. પોર્ન રેકેટ કેસમાં પોલીસે રાજ કુન્દ્રા(Raj Kundra)ને મુખ્ય આરોપી બનાવ્યો છે.

Breaking News : શર્લિન ચોપરા રાજ કુંદ્રા વિરુદ્ધ ફરિયાદ કરવા મુંબઈના જુહુ પોલીસ સ્ટેશન પહોંચી, FIR દાખલ કરશે
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Oct 14, 2021 | 2:37 PM

Breaking News : મોડલ શર્લિન ચોપરા (Sherlyn Chopra) રાજ કુન્દ્રા (Raj Kundra) વિરુદ્ધ મુંબઈ પોલીસમાં ફરિયાદ કરવા જુહુ પોલીસ સ્ટેશન પહોંચી છે. મોડલ શર્લિન ચોપરા તેના વકીલો સાથે મુંબઈના જુહુ પોલીસ સ્ટેશન પહોંચી છે.

શર્લિન ચોપરા(Sherlyn Chopra) નું કહેવું છે કે રાજ કુંદ્રાએ હજુ સુધી તેના કામ માટે પૈસા આપ્યા નથી, આ સંબંધમાં તે રાજ કુન્દ્રા (Raj Kundra) વિરુદ્ધ મુંબઈ પોલીસ (Mumbai Police)માં એફઆઈઆર નોંધાવવા માંગે છે.

રાજ કુન્દ્રા (Raj Kundra) જામીન પર બહાર

રાજ કુન્દ્રા (Raj Kundra)લાંબા સમયથી પોર્ન ફિલ્મો અને સામગ્રીના નિર્માણ માટે મુંબઈ પોલીસ (Mumbai Police)ના નિશાના પર હતા. પોલીસે તેની ધરપકડ કરી હતી. જે બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે. તે હાલમાં તેના ઘરે છે અને કેસની સુનાવણીનો સામનો કરી રહ્યો છે. મોડલ્સની ફરિયાદ મળ્યા બાદ પોલીસે રાજ કુન્દ્રા (Raj Kundra) સામે તપાસ શરૂ કરી હતી.

પોલીસે FIR નોંધી છે

શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રા સામે જાતીય શોષણના આરોપો બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધાવી હતી. તેણે પોલીસને આપેલા નિવેદનમાં રાજ સામે કડક ફરિયાદ નોંધાવી છે. આ મામલાની તપાસ બાદ રાજ સામે કાર્યવાહી થઈ શકે છે.

શર્લિન છેડતીનો આરોપ લગાવી ચૂકી છે

શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) પર બળજબરીથી ઘરમાં ઘૂસીને કિસ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.તેમણે કહ્યું કે, રાજ એકવાર તેના ઘરમાં ઘૂસી ગયો અને શર્લિન સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.

પોર્ન રેકેટ કેસમાં પોલીસે રાજ કુન્દ્રા(Raj Kundra)ને મુખ્ય આરોપી બનાવ્યો છે. તેમના પર આરોપ છે કે તેઓ તેમના સાથીઓની મદદથી પોર્ન ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યા છે અને તેમનું કન્ટેન્ટ જુદી જુદી કંપનીઓ બનાવી રહ્યા છે અને તેમાંથી મોટી રકમ કમાઈ રહ્યા છે. જોકે, શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં સ્પષ્ટપણે નકારી કા્ઢયું હતું કે, તેમને રાજ કુન્દ્રા(Raj Kundra)ના ગોરખધંધા વિશે કોઈ જાણકારી નથી.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: પુણે પોલીસે આર્યન ડ્રગ કેસમાં એનસીબીના સાક્ષી કિરણ ગોસાઈ સામે લુકઆઉટ નોટિસ જારી કરી, આજે ફરી જામીન પર સુનાવણી

આ પણ વાંચો : Nirmala Sitharaman : ભારતમાં વિપૂલ પ્રમાણમાં તકો, નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકન કંપનીઓના સીઈઓ સાથે વાત કરી