Sanjay Kapoorની દીકરી શનાયા કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, પિતા પણ આપી ચૂક્યા છે અનેક સુપરહિટ ફિલ્મો

સંજય કપૂર (Sanjay kapoor)નો જન્મ 17 ઓક્ટોબર 1965ના રોજ મુંબઈમાં થયો હતો,સંજય કપૂરે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. સંજય કપૂરના પિતા પણ ફિલ્મ નિર્માતા હતા. જ્યાં સંજય અને અનિલ કપૂરે હીરો તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેમના ભાઈ બોની કપૂરે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પગ મૂક્યો હતો.

Sanjay Kapoorની દીકરી શનાયા કપૂરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું, પિતા પણ આપી ચૂક્યા છે અનેક સુપરહિટ ફિલ્મો
Sanjay kapoor
| Edited By: | Updated on: Mar 03, 2022 | 4:48 PM

Sanjay kapoor: બોલિવૂડ એક્ટર સંજય કપૂરે (Sanjay kapoor) દરેક વખતે પોતાની એક્ટિંગથી ચાહકોનું દિલ જીત્યું છે. ફિલ્મો પછી તે હવે OTT પ્લેટફોર્મ પર ધમાલ મચાવી રહ્યો છે. સંજયે પોતાના બોલિવૂડ કરિયર (Bollywood career)ની શરૂઆત ફિલ્મ પ્રેમથી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે તબ્બુ લીડ રોલમાં જોવા મળી હતી. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

સંજય કપૂર (Sanjay kapoor)ને બોલિવૂડમાં ઓળખ ફિલ્મ રાજાથી મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. તમને જણાવી દઈએ કે સંજય કપૂરને તેમના મોટા ભાઈ બોની કપૂરે ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો, સંજયે ટીવીની દુનિયામાં પણ પગ મૂક્યો છે. તેમની સિરિયલ સુપરહિટ સાબિત થઈ હતી.

આ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયો

સંજયે તેની પહેલી ફિલ્મ પ્રેમથી તબ્બુ સાથે ડેબ્યુ કર્યું હતું. પરંતુ આ ફિલ્મને ખાસ સફળતા મળી ન હતી. આ પછી અભિનેતાએ ‘રાજા’માં કામ કર્યું, જેમાં માધુરી દીક્ષિત હિરોઈન હતી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ અને સંજય રાતોરાત સ્ટાર બની ગયો. આ પછી તેણે ‘અજૌર’, ‘મોહબ્બત’ અને ‘સિર્ફ તુમ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે તેની કરિયરને ખાસ ફાયદો ન થયો. અભિનેતાએ તેની કેટલીક ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકાઓ પણ કરી છે જ્યાં તેને વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી છે.

અભિનય પછી નિર્માતા

સંજય કપૂરની ફિલ્મો ન ચાલી તો તેણે ફિલ્મ બનાવી. તેણે ત્રણ ફિલ્મોનું નિર્માણ કર્યું. સંજય પોતાના કરિયરની બીજી ઈનિંગમાં ‘મિશન મંગલ’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’માં જોવા મળ્યો હતો. આ સિવાય 2018માં તે ટીવી પર ‘દિલ સંભલ જા જરા’માં જોવા મળ્યો હતો.

1977માં મહિપ સાથે લગ્ન કર્યા

સંજય કપૂરનું નામ અભિનેત્રી તબ્બુ અને સુષ્મિતા સાથે જોડાયું હતું. જો કે આ વાતોમાં કેટલું સત્ય હતું તે આપણે જાણતા નથી. 1997માં અભિનેતાએ પંજાબી NRI મહિપ કપૂર સાથે લગ્ન કર્યા. મહીપ (Maheep Kapoor) વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે.

સંજય કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે પહેલા તો માહીપની સુંદરતા અને આત્મવિશ્વાસથી પ્રભાવિત થઈ ગયો હતો. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. મહીપ અને સંજયને બે બાળકો છે. સંજયની પુત્રી શનાયા કપૂર Bedhadak ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. કરણ જોહરે   શનાયા કપૂર (Shanaya Kapoor)ને પણ લોન્ચ કરી રહ્યો છે. શનાયા સાથે કરણ Bedhadak ફિલ્મ લાવી રહ્યો છે તો શનાયા આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે.

આ પણ  વાંચો : UNમાં રશિયા વિરુદ્ધ મતદાન ન કરવા બદલ ભારતથી અમેરિકા નારાજ, S-400 ડીલ કેસમાં પ્રતિબંધો લાદી શકે છે