Aryan Khan Bail : શાહરૂખના લાડલાને જામીન મળતા સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ

|

Oct 28, 2021 | 7:06 PM

ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને 26 દિવસ બાદ રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાન સહિત અરબાજ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે હાલ આર્યન ખાનને જામીન મળતા સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે.

Aryan Khan Bail : શાહરૂખના લાડલાને જામીન મળતા સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ
Aryan Khan

Follow us on

Aryan Khan Bail : ક્રુઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના (Shah Rukh Khan) પુત્ર આર્યન ખાનને રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યન ખાનના જામીન મંજુર કરવામાં આવ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર શુભેચ્છાનો વરસાદ થઈ રહ્યો છે.

સિંગર મિકાસિંહે કહ્યુ ‘ભગવાનના ઘરે દેર છે, અંધેર નહિ’

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

મિકાસિંહે ટ્વિટ કરીને લખ્યુ કે, આર્યન ખાન અને અને અન્ય આરોપીઓને જામીન મળવા બદલ અભિનંદન. વધુમાં લખ્યુ કે, શાહરૂખ ભાઈ ભગવાનના ઘરે દેર છે અંધેર નહિ…. આખરે જામીન મંજુર થઈ ગયા, હું ખુબ જ ખુશ છુ. ભગવાન તમને અને તમારા પરિવારને આશીર્વાદ આપે.

 અભિનેતા આર.માધવને કહ્યુ એક પિતા તરીકે રાહત અનુભવું છું….

અભિનેતા આર.માધવને ટ્વિટ કરીને લખ્યુ કે, ભગવાનનો આભાર. એક પિતા તરીકે હું ખૂબ જ રાહત અનુભવું છું..… બધી સારી અને સકારાત્મક વસ્તુઓ થાય.

દિગદર્શક સંજય ગુપ્તાએ સિસ્ટમ પર નારાજગી વ્યક્ત કરી

સંજય ગુપ્તાએ ટ્વિટ કરીને લખ્યુ કે, હું ખૂબ જ ખુશ છું કે આર્યન ખાનને જામીન મળી ગયા છે, પરંતુ આવી સિસ્ટમથી ખૂબ નારાજ છે કે જેણે એક યુવાનને કોઈ પણ ગુના વિના 25 દિવસથી વધુ સમય સુધી જેલના સળિયા પાછળ રાખ્યો, એ બદલવું પડશે !!! ભગવાન તમને આશીર્વાદ આપે અને આર્યન ખાન મજબૂત બનો.

દિગદર્શક અનિલ શર્માએ આર્યનને આપી શુભેચ્છા

ફિલ્મ દિગદર્શક અનિલ શર્માએ ટ્વિટ કરીને લખ્યુ કે,હું ખુબ જ ખુશ છુ……અભિનંદન શાહરુખ ખાન

સોનુસુદે કહ્યુ,ન્યાયને પુરાવાની જરૂર રહેતી નથી

સોનુસુદે ટ્વિટ કરીને લખ્યુ કે જ્યારે સમય ન્યાય કરે છે,ત્યારે પુરાવાની જરૂર રહેતી નથી

ફિલ્મ દિગદર્શક રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને આપી શુભેચ્છા

ફિલ્મ દિગદર્શક રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને લખ્યુ કે, જો આર્યનને જામીન મેળવવા માટે મુકુલ રોહતગીની દલીલ ધ્યાને લેવામાં આવી હોય, તો શું તેનો અર્થ એ છે કે તેના અગાઉના વકીલો એટલા અસમર્થ હતા જેને કારણે આર્યનને આટલા દિવસો બિનજરૂરી રીતે જેલમાં વિતાવવા પડ્યા ?

આર્યન ખાનના જામીન બાદ મહારાષ્ટ્રના કોંગ્રેસ મહામંત્રી સલીમ સારંગે NCB પર ઉઠાવ્યા સવાલો

સલીમ સારંગે ડ્રગ્સ કેસમાં આર્યન ખાનના જામીન બાદ કેટલાક સવાલો ઉઠાવ્યા છે. કલંકિત સાક્ષીઓ વિશે શું ? NCB ના મુખ્ય સાક્ષી દ્વારા કરવામાં આવેલા છેડતીના આરોપ વિશે શું? કથિત મની લોન્ડરિંગ એજન્ટ NCB ઓફિસમાં શું કરતો હતો?

કોંગ્રેસ નેતા સલમાન નિઝામીએ કહ્યુ ‘આખરે ન્યાય થયો’

કોંગ્રેસ નેતા સલમાન નિઝામીએ ટ્વિટ કરીને લખ્યુ કે, આખરે ન્યાય થયો…. આર્યન ખાન, જેના પાસેખી NCBને કોઈ ડ્રગ્સ મળ્યુ નહોતુ, તેને મુંબઈ હાઈકોર્ટે જામીન આપ્યા છે. સત્યનો વિજય થાય છે પણ દુઃખની વાત છે કે ભાજપ સરકાર શાહરૂખ ખાનને કેવી રીતે શિકાર બનાવી રહી છે !

તૃણમુલ કોંગ્રેસના નેતા રજ્જુએ આર્યનને આપ્યા અભિનંદન

તૃણમુલ કોંગ્રેસના નેતા રજ્જુએ ટ્વિટ કરીને લખ્યુ કે, ન્યાયમાં વિલંબ થયો… પણ ન્યાય જીત્યો..!! ઉપરાંત તેણે શાહરૂખ ખાનના પરિવારને દિવાળીની શુભેચ્છા આપી.

ફિલ્મમેકર હંસલ મહેતાએ ખુશી વ્યક્ત કરી

મન્નત બહાર ચાહકોની ઉમટી ભીડ

આ પણ વાંચો: Aryan Khan Bail : ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને મળી રાહત, બોમ્બે હાઈકોર્ટ આર્યનના જામીન મંજુર કર્યા

આ પણ વાંચો: સમીર વાનખેડેને આંશિક રાહત, ધરપકડ પહેલા ત્રણ દિવસ અગાઉ વાનખેડેને નોટિસ આપવામાં આવશે

Published On - 7:05 pm, Thu, 28 October 21

Next Article