મુંબઈ એરપોર્ટ પર શાહરૂખ ખાનને રોકવામાં આવ્યો, કસ્ટમ ડ્યુટી ન ભરવા પર કરી પૂછપરછ

|

Nov 12, 2022 | 3:55 PM

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને (Shah Rukh Khan) ગઈકાલે રાત્રે મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. કસ્ટમ અધિકારીઓએ એક્ટર અને તેની ટીમની પણ પૂછપરછ કરી હતી.

મુંબઈ એરપોર્ટ પર શાહરૂખ ખાનને રોકવામાં આવ્યો, કસ્ટમ ડ્યુટી ન ભરવા પર કરી પૂછપરછ
Shahrukh Khan

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ગણતરી મોટા કલાકારોની સાથે સાથે અમીર સ્ટાર્સમાં પણ થાય છે. હાલમાં જ શાહરૂખ એક એવોર્ડ શોમાં હાજરી આપવા માટે દુબઈ પહોંચ્યો હતો. ત્યાં પણ તેને પોતાની ખાસ સ્ટાઈલથી બધાનું દિલ જીતી લીધું હતું. પરંતુ દુબઈથી પરત ફરતી વખતે તેને મુંબઈ એરપોર્ટ પર રોકવામાં આવ્યો હતો. ગઈકાલે રાત્રે શાહરૂખ તેની ટીમ સાથે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેની પૂછપરછ કરવામાં આવી હતી.

જો આખા મામલાની વાત કરીએ તો શાહરૂખ ખાન અને તેની મેનેજર પૂજા દદલાનીને કસ્ટમ ઓફિસર્સે એરપોર્ટ પર રોક્યા અને એક કલાક સુધી પૂછપરછ કરી. મળતી માહિતી મુજબ સુપરસ્ટાર પાસે મોંઘી ઘડિયાળોના કવર હતા જેની કિંમત 18 લાખ રૂપિયા હતી. જેના માટે તેને 6.83 લાખ કસ્ટમ ડ્યુટી ભરવાની હતી. એવું માનવામાં આવે છે કે શાહરૂખ ખાન ખાનગી ચાર્ટર્ડ પ્લેનથી આવ્યો હતો. જે બાદ એક્ટરને T 3 ટર્મિનલ પર રોકવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પરંતુ પૂછપરછ બાદ શાહરૂખ ખાને કસ્ટમ અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપ્યો અને એજન્સીને કસ્ટમ ડ્યુટી ભરી દીધી. સવારે 5 વાગ્યે પેનલ્ટી તરીકે કસ્ટમ ડ્યુટી ચૂકવવામાં આવી હતી. જે બાદ કિંગ ખાન અને તેની મેનેજરને જવાની પરવાનગી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન તેની ટીમ સાથે પ્રાઈવેટ ચાર્ટરથી દુબઈમાં એક ઈવેન્ટમાં હાજરી આપવા માટે પહોંચ્યો હતો. જ્યારે તે આ પ્રાઈવેટ ચાર્ટર પ્લેનમાંથી પરત આવ્યો ત્યારે તેને ચેકિંગ માટે રોકવામાં આવ્યો હતો. તે દરમિયાન કસ્ટમ અધિકારીઓને શાહરૂખ ખાન અને તેની ટીમની બેગમાંથી લાખો રૂપિયાની ઘડિયાળો મળી આવી હતી. જે બાદ કાર્યવાહી કરીને કસ્ટમે તમામને રોક્યા અને બેગની તપાસ કરવામાં આવી. કસ્ટમ અધિકારીએ તપાસ કરતાં બેગમાંથી મોંઘી ઘડિયાળો જેવી કે Babun & Zurbk ઘડિયાળ, Rolex ઘડિયાળના 6 બોક્સ, Spirit બ્રાન્ડની ઘડિયાળ, એપલ સિરીઝની ઘડિયાળો મળી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે અધિકારીઓએ ઘડિયાળોનું ઈવેલ્યૂએશન કર્યું ત્યારે તમામ ઘડિયાળો પર 17 લાખ 56 હજાર 500 રૂપિયાની કસ્ટમ ડ્યુટી લાગી હતી.

Published On - 3:00 pm, Sat, 12 November 22

Next Article