
Mumbai : ઓગસ્ટ મહિનામાં રિલીઝ થયેલી ફિલ્મ ગદર 2 અને OMG 2 જેવી ફિલ્મોએ બોલિવૂડનો 100 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો. OMG 2, ગદર 2 સહિતની ફિલ્મો જોવા માટે 3 દિવસમાં રેકોર્ડતોડ દર્શકો થિયેટર પહોંચ્યા હતા. આ ફિલ્મો રિલીઝ થાય તે પહેલા સેંશન બોર્ડ દ્વારા કેટલાક સીન હટાવી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ ફિલ્મોને સેન્સર બોર્ડનું સર્ટી મળ્યુ હતુ.
મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાનની ફિલ્મ જવાનને U/A સર્ટિફિકેટ મળ્યું છે. આ સર્ટિફિકેટ એ થાય છે કે દરેક ઉંમરના લોકો આ ફિલ્મ જોઈ શકે છે. થિયેટરમાં આવનાર 12 વર્ષના બાળકની સંભાળ તેના વાલીએ રાખવી પડશે. મળતી માહિતી અનુસાર, 7 સીન પર સેન્સર બોર્ડે કાતર ફેરવી, ત્યાર બાદ આ ફિલ્મને U/A સર્ટિફિકેટ મળ્યું.
આ પણ વાંચો : Gadar 2 Cast : ‘ગદર 1’નો આ સીન રિયલ હતો અને દિલધડક પણ, ઉત્કર્ષ શર્માએ કહ્યું- કડકડતી ઠંડીમાં 72 કલાક થયું શૂટિંગ
#Jawan censored U/A with 169min runtime.@iamsrk #Jawan7thSeptember2023 @Atlee_dir @anirudhofficial pic.twitter.com/kiISWRPDLB
— FilmyTime (@Filmy_Time) August 22, 2023
જવાન ફિલ્મના એક સીનમાં આત્મહત્યાના દ્રશ્યો કાપવામાં આવ્યા છે. માથા વગરના મૃતદેહોવાળા દ્રશ્યોને પણ દૂર કરવાની સલાહ આપવામાં આવી છે. એક દ્રશ્યમાં દેશના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે. તે દ્રશ્યમાં, રાષ્ટ્રપતિને બદલે રાજ્યના વડા શબ્દનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ‘તબ તક બેટા વોટ ડાલને…’ ડાયલોગમાંથી ‘પેડા હોકે’ શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે.
Upcoming #SRK movie #Jawan certified U/A directed by #Atlee produced by @RedChilliesEnt
Tamilnadu and kerala release by @GokulamStudios#ShahRukhKhan#Nayanthara#VijaySethupathi#Anirudh
Runtime- 2 hrs 49 mins pic.twitter.com/PljbVso8jN
— Daily Post Entertainment (@DailyPostEnt) August 22, 2023
અન્ય એક સીનમાં ‘અુંગલી કરના’ને બદલે ‘ઉસસે યૂઝ કરો’નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બધા સિવાય ‘ઘર પૈસા…’ સંવાદમાં સંપ્રદાય શબ્દ ઉમેરવામાં આવ્યો હતો. સંવાદમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે ‘કારણ કે વિદેશી ભાષા..’ સાથે જ NSGને બદલીને IISG કરવામાં આવી છે.
આ પણ વાંચો : Chandrayaan 3ની મજાક ઉડાવવા બદલ પ્રકાશ રાજ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
#Jawan https://t.co/78OxDPkgbC
— Red Chillies Entertainment (@RedChilliesEnt) July 16, 2023
શાહરુખ ખાનની જવાન ફિલ્મ 7 સપ્ટેમ્બર, 2023ના દિવસે રિલીઝ થશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, મેકર્સ ટૂંક સમયમાં આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરશે. આ ફિલ્મનું વધુ એક સોન્ગ પર ટૂંક સમયમાં રિલીઝ થશે.