Shabana Azmi થયા ઓનલાઈન છેતરપિંડીનો શિકાર, મોંઘી દારૂનો આપ્યો હતો ઓર્ડર

શબાના આઝમીએ ટ્વીટ કરીને લખ્યું, 'સાવચેત રહો! તેઓએ મારી સાથે છેતરપિંડી કરી છે. મેં પૈસા આપી દીધા છે. મેં ઓર્ડર પણ આપ્યો હતો. આ વસ્તુની હજુ સુધી ડિલીવરી નથી થઈ.

Shabana Azmi થયા ઓનલાઈન છેતરપિંડીનો શિકાર, મોંઘી દારૂનો આપ્યો હતો ઓર્ડર
Shabana Azmi
| Edited By: | Updated on: Jun 24, 2021 | 8:33 PM

શબાના આઝમી (Shabana Azmi)એ ગુરુવારે ટ્વીટર પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે એક દારૂ ડિલિવરી ઓનલાઈન પ્લેટફોર્મે તેમને દગો આપ્યો છે. તેમની પોસ્ટમાં શબાના આઝમીએ દાવો કર્યો છે કે દારૂ ડિલિવરી પ્લેટફોર્મે તેમની પાસેથી પૈસા લઈ લીધા છે, સાથે તેમને ઓર્ડર પણ કર્યો હતો. જો કે તેને હજી સુધી દારૂની ડિલીવરી કરી નથી.

 

શબાના આઝમીએ ટ્વીટ કરીને લખ્યું, ‘સાવચેત રહો! તેઓએ મારી સાથે છેતરપિંડી કરી છે. મેં પૈસા આપી દીધા છે. મેં ઓર્ડર પણ આપ્યો હતો. આ વસ્તુની હજુ સુધી ડિલીવરી નથી થઈ. સાથે જ તેઓએ મારા કોલ ઉપાડવાનું બંધ કરી દીધું છે. શબાના આઝમીએ પણ ટ્વીટ સાથે ટ્રાન્ઝેક્શનની વિગતો આપી છે. આઝમીએ તે ન કહ્યું કે તેઓ કેટલી રકમની છેતરપિંડીનો ભોગ બન્યા છે. સાથે જ તેમણે આ વાતની માહિતી આપી નથી કે આ મામલે ફરિયાદ નોંધાવી છે કે કેમ.

 

 

આ પહેલા બોલિવૂડના ઘણા કલાકારો જેમાં અક્ષય ખન્ના, નરગીસ ફાખરી અને કરણ સિંહ ગ્રોવર પણ સામેલ છે, તેઓ પણ ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યા હતા. શબાના આઝમી ટૂંક સમયમાં દિવ્યા દત્તાની ફિલ્મ શીર ખુરમામાં જોવા મળશે. શબાના આઝમી એક ફિલ્મ અભિનેત્રી છે. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની ફિલ્મો ઘણી પસંદ કરવામાં આવે છે. શબાના આઝમીએ બોલિવૂડના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે.

 

શબાના આઝમી હંમેશા તેમના ચાહકો સાથે વાતચીત કરતા રહે છે. આ કારણે તેમના ચાહકો પણ ખૂબ ઉત્સાહિત રહે છે. શબાના આઝમી હંમેશાં તેમના નિવેદનોને કારણે વિવાદોમાં રહે છે. શબાના આઝમી તેમના નિવેદનોને કારણે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થતા રહે છે. આ સિવાય તેઓ ઘણી વખત ટ્રોલિંગનો શિકાર થયા છે.

 

 

શબાના આઝમીની ફિલ્મો પણ સામાજિક વિષયો પર આધારીત હોય છે. તે વિવિધ પ્રકારની ભૂમિકા ભજવવા માટે જાણીતા છે.

 

આ પણ વાંચો :- Net Worth: કરોડોની સંપત્તિની માલિક છે શક્તિ કપૂરની પુત્રી Shraddha Kapoor, એક ફિલ્મ માટે લે છે આટલી ફી

 

આ પણ વાંચો :- Photos : બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં Vijay Deverakonda નો દેખાયો સ્ટાઇલિશ અંદાજ, એરપોર્ટ પર જોવા મળ્યા