કોમેડિયન ભારતી સિંહ સામે SGPC કેસ દાખલ કરશે, શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે આરોપ

|

May 16, 2022 | 5:07 PM

આ વીડિયો સામે આવ્યા બાદ ભારતી સિંહ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી હતી. જો કે આ મામલે ભારતી સિંહે (Bharti Singh) ફેન્સની માફી પણ માંગી હતી.

કોમેડિયન ભારતી સિંહ સામે SGPC કેસ દાખલ કરશે, શીખોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે આરોપ
Happy Birthday Comedy Queen Bharti Singh
Image Credit source: file photo

Follow us on

Bharti Singh : ટેલિવિઝનની ‘કોમેડી ક્વીન’ ભારતી સિંહે (Bharti Singh) પોતાની કોમેડીથી ચાહકોના દિલ જીતી લીધા છે. પરંતુ આ વખતે તેની એક કોમેડી સિક્વન્સે તેને વિવાદોના ઘેરામાં લાવી છે. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભારતી સિંહ ‘દાઢી અને મૂછ’ પર કોમેડી (Comedy) કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભારતી સિંહ સોશિયલ મીડિયા (Social Media) પર ટ્રોલ થવા લાગી હતી. જો કે આ મામલે ભારતી સિંહે ફેન્સની માફી પણ માંગી હતી. તેમ છતાં કેટલાક લોકોનો ગુસ્સો હજુ શાંત થયો નથી. આવી સ્થિતિમાં સમાચાર આવી રહ્યા છે કે, SGPCએ અભિનેત્રી ભારતી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

આ મામલે ભારતીએ માફી માંગી છે

તમને જણાવી દઈએ કે, હાલમાં જ ભારતીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેના તમામ ફેન્સની માફી માંગતી જોવા મળી રહી છે. વીડિયોમાં ભારતી કહેતી જોવા મળી રહી છે કે, જો તેણે અજાણતાં કોઈ ભૂલ કરી હોય તો ચાહકોએ તેને માફ કરી દેવી જોઈએ. વીડિયોમાં ભારતી સિંહે કહ્યું- ‘નમસ્કાર, એક-બે દિવસથી એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો મને મેસેજ કરી રહ્યા છે કે તમે દાઢી-મૂછ વિશે આવું કેમ કહ્યું?

ભારતીનો વીડિયો અહીં જુઓ..

ભારતીએ આગળ કહ્યું- ‘હું બે દિવસથી તે વીડિયો વારંવાર જોઈ રહી છું. મેં તે વિડિયોમાં ક્યાંય કોઈ ધર્મ કે જાતિ વિશે વાત કરી નથી, પછી ભલે તે કયા ધર્મના લોકો દાઢી રાખે છે કે શું. તમે વિડિયો જુઓ, મેં કોઈ પંજાબી વિશે કશું કહ્યું નથી. હું પોતે પંજાબી છું, હું અમૃતસરની છું. મારા મિત્ર સાથે કોમેડી કરી રહી હતી.’ અભિનેત્રીએ આગળ કહ્યું, ‘મારી આ લાઈનથી જો કોઈ વ્યક્તિને દુઃખ થયું હોય, મેં કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તો હું હાથ જોડીને માફી માગું છું.’

કોમેડિયન ભારતીએ આ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું- ‘હું લોકોને ખુશ કરવા માટે કોમેડી કરું છું, કોઈને દુઃખ પહોંચાડવા માટે નહીં. જો મારા કોઈ પણ શબ્દથી કોઈને દુઃખ થયું હોય, તો તમારી બહેન સમજીને મને માફ કરો.

Next Article