શાહિદ કપૂરની ખરાબ વર્તણુંક જોઈને લોકો કરી રહ્યા છે તેને ખુબ જ ટ્રોલ, watch viral video

એક વાયરલ વિડિયો (Viral Video) સામે આવ્યો છે જેમાં લોકો શાહિદ કપૂરના એટીટ્યુડ વિશે ટિપ્પણી કરતા અને ટ્રોલ કરતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, ફિલ્મ જર્સીના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન મૃણાલ ઠાકુર અને શાહિદ કપૂર બંને હાજર રહયા હતા.

શાહિદ કપૂરની ખરાબ વર્તણુંક જોઈને લોકો કરી રહ્યા છે તેને ખુબ જ ટ્રોલ, watch viral video
Shahid Kapoor & Mrunal Thakur (File Photo)
| Edited By: | Updated on: Apr 24, 2022 | 5:52 PM

શાહિદ કપૂર (Shahid Kapoor) અને મૃણાલ ઠાકુરની (Mrunal Thakur) ફિલ્મ ‘જર્સી’ (Film Jersey) રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. જો કે, શાહિદે તેની ફિલ્મનું પ્રમોશન પણ જોરશોરથી કર્યું હતું. આ દરમિયાન, શાહિદ અને મૃણાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં લોકો શાહિદના એટીટ્યુડ વિશે તેને ટ્રોલ કરી રહયા છે. ફિલ્મ જર્સીના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન મૃણાલ ઠાકુર અને શાહિદ કપૂર બંને હાજર રહયા હતા. મૃણાલ ઠાકુર શાહિદ પહેલા થિયેટરમાંથી બહાર આવી હતી, અને ત્યારબાદ રેડ કાર્પેટ પર મૃણાલની ​​તસવીરો ખેંચવામાં આવી રહી હતી.

શું છે આ વાયરલ વીડિયોમાં ??

જ્યારે શાહિદ કપૂર પાછળથી બહાર આવ્યો, ત્યારે મૃણાલે તેને ઈશારો કર્યો હતો, અને તેની સાથે તસવીરો લેવા માટે બોલાવ્યો હતો. પરંતુ શાહિદે તેને જવાબ ના આપ્યો, અને કો- એક્ટ્રેસને સાથે લીધા વગર પોતાની કારમાં બેસી ગયો હતો. શાહિદે મૃણાલ વગર જ પાપારાઝીની સામે પોઝ આપ્યા હતા.

અહીં જુઓ આ વાયરલ વિડિયો

વાયરલ વીડિયો જોઈને ગુસ્સે થયા યુઝર્સ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને ઘણા લોકોની કમેન્ટ્સ સામે આવી રહી છે. ત્યારથી શાહિદ કપૂરને પણ ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. શાહિદના આવા વર્તનને અપમાનજનક કહેવામાં આવી રહ્યું છે. ઘણા લોકો એવું કહેતા જોવા મળ્યા હતા કે શાહિદ ખુદ અભિનેત્રીની અવગણના કરી રહ્યો છે. એકે સવાલ પૂછ્યો – કો- સ્ટાર સાથે આવું ગેરવર્તન ? એક યુઝરે કહ્યું- શાહિદના મનમાં તેના સહ અભિનેતા માટે કોઈ સન્માન નથી. શું શાહિદ કપૂર કોઈનું સન્માન કરે છે? કહ્યું- ‘શાહિદને મીરાજીએ પ્રમોટ કર્યો છે.’

કબીર સિંહ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ જર્સીને અત્યારે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં શાહિદની સામે મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગૌતમ તિન્નાનુરી દ્વારા દિગ્દર્શિત 2019ની તેલુગુ ફિલ્મની રિમેક છે, જે આ જ નામ સાથે ફરીથી રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં, શાહિદ એક ભૂતપૂર્વ ક્રિકેટરની ભૂમિકા ભજવે છે, જે તેના પુત્રની જર્સીની ઇચ્છા પૂરી કરવા માટે રમતગમતની દુનિયામાં પરત ફરે છે.

શું તમે શાહિદ કપૂરની ‘જર્સી’ ફિલ્મ નિહાળી છે ?? તમને આ ફિલ્મ કેવી લાગી છે ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો ….

આ પણ વાંચો -વિલ સ્મિથને લાગ્યો મોટો ઝટકો, Netflixએ ફિલ્મ ‘બ્રાઈટ’ની સિક્વલ રદ કરી