Shaakuntalam : સામંથા રૂથ પ્રભુનું ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું, અભિનેત્રીની સુંદરતા તમારું દિલ જીતી લેશે

|

Feb 21, 2022 | 1:48 PM

સામંથા રૂથ પ્રભુની મોસ્ટ અવેટેડ ફિલ્મ શાકુંતલમનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરમાં સમંથા અત્યાર સુધીના સૌથી અલગ અંદાજમાં જોવા મળી રહી છે. સામંથાનું આ પોસ્ટર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયું છે.

Shaakuntalam : સામંથા રૂથ પ્રભુનું ફિલ્મનું પહેલું પોસ્ટર સામે આવ્યું, અભિનેત્રીની સુંદરતા તમારું દિલ જીતી લેશે
Samantha Ruth Prabhu film shakuntalam poster
Image Credit source: instagram photo

Follow us on

Shaakuntalam :સામંથા રૂથ પ્રભુ(Samantha Ruth Prabhu) ની આગામી ફિલ્મ શકુંતલમ (Shaakuntalam)નું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. સામંથાએ આ પોસ્ટર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં તમે જોશો કે સામંથા જંગલમાં જોવા મળી રહી છે અને તેની આસપાસ પ્રાણીઓ અને ઘણા પક્ષીઓ છે. તે એક મોટા પથ્થર પર સફેદ રંગના આઉટફિટમાં જોવા મળી રહી છે અને સાથે જ તેણે ફ્લોરલ જ્વેલરી પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર અને અલગ દેખાઈ રહી છે.

આ પોસ્ટર શેર કરતી વખતે સામંથાએ લખ્યું, ‘શકુન્તલમમાંથી પ્રકૃતિ પ્રેમી શકુંતલાને પ્રસ્તુત કરી રહ્યાં છીએ.’ સામંથાની આ પોસ્ટ પર ચાહકો ખૂબ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને બધા અભિનેત્રીની સુંદરતા અને અલગ લુકના વખાણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 05-04-2025
જાડી કે પાતળી, કઈ રોટલી ખાવી શરીર માટે વધુ ફાયદાકારક છે?
Jioના 365 દિવસના બે સસ્તા પ્લાન ! જાણો કિંમત અને લાભ
કેટલો સમય ભૂખ્યા રહ્યા પછી શરીરની ચરબી બર્ન થાય છે?
એક ફોન કોલે બદલ્યું નસીબ, આજે શાહરૂખ ખાન આપે છે કરોડો રૂપિયા
સેકન્ડ હેન્ડ AC ખરીદવું જોઈએ કે નહીં? આટલું જાણી લેજો

 

 

 

 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં નીતા લુલ્લા ડિઝાઈનર છે અને એક વખત સામંથાએ કહ્યું હતું કે, જ્યારે પણ હું કોઈ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કરું છું, ત્યારે હું ખૂબ જ નર્વસ થઈ જાઉં છું કે હું તે પાત્રને કેવી રીતે સારી રીતે નિભાવું. શકુંતલમ માટે, હું જાણતી હતી કે તે ખૂબ જ સુંદર હશે

ફિલ્મની વાત કરીએ તો તેમાં સામંથાની સાથે દેવ મોહન પણ છે. સમંથા આ ફિલ્મમાં શકુંતલાની ભૂમિકા ભજવી રહી છે. જ્યારે દેવ મોહન, દુષ્યંતના. અલ્લુ અર્જુનની પુત્રી પણ આ ફિલ્મનો ભાગ છે. આ ફિલ્મમાં તે રાજકુમાર ભરતની ભૂમિકા ભજવશે.

સામંથાની વાત કરીએ તો તાજેતરમાં જ તે અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ધ રાઇઝના ગીત ઓ અંતવામાં જોવા મળી હતી. આ ફિલ્મમાં સામંથાનું એક આઈટમ સોંગ હતું જે ઘણું હિટ થયું છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા સામંથાએ પહેલીવાર આઈટમ ડાન્સ કર્યો છે, તે પણ બોલ્ડ આઈટમ ડાન્સ. સામંથા, શકુંતલમ, કાથુ વાકુલા ઉપરાંત રેંદુ કાધલ અને યશોદા ફિલ્મોમાં પણ જોવા મળશે.

આ પણ વાંચો : દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ સેરેમનીમાં આ રીતે એકબીજાને મળ્યા કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા, જુઓ Photos

Next Article