અભિનેત્રી સમાંથા રુથ પ્રભુની પર્સનલ લાઈફ હંમેશા ચર્ચામાં રહી છે. અભિનેત્રીએ નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યા હતા પરંતુ થોડા જ વર્ષો બાદ બંન્ને અલગ થઈ ગયા હતા. હવે નાગા ચૈતન્યએ અભિનેત્રી શોભિતા ધુલિપાલા સાથે સગાઈ કરી છે. સોશિયલ મીડિયા પર તેની સગાઈના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે હવે સમાંથા રુથ પ્રભુની લવ લાઈફને લઈ ચર્ચા આવી રહી છે. રિપોર્ટસ એવા છે કે, અભિનેત્રી મૂવઓન કરી રહી છે.
રિપોર્ટ અનુસાર સમાંથા રુથ પ્રભુ ડાયરેક્ટર રાજ નિદિમોરુને ડેટ કરી રહી છે તેવી ચર્ચાઓ થઈ રહી છે.એવી પણ ચર્ચા છે કે, બંન્ને એકસાથે વેબ શોમાં પણ કામ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, સમાંથાએ રાજની સિરીઝ ધ ફેમિલી મેન 2થી ઓટીટી ડેબ્યુ કર્યું હતુ, હવે તે શો સિટાડેલમાં જોવા મળી રહી છે. ધ ફેમિલી મેન 2માં સમાંથાને ખુબ પસંદ કરવામાં આવી હતી. અભિનેત્રી એક્શન અવતારમાં જોવા મળી હતી.
તમને જણાવી દઈએ કે, સમાંથા અને રાજ તરફથી આને લઈ હજુ સુધી કોઈ રિએક્શન સામે આવ્યું નથી.સમાંથા અને નાગા ચૈતન્યએ 2017માં લગ્ન કર્યા હતા. લગ્નના 4 વર્ષ બાદ 2021માં બંન્ને અલગ થયા હતા. તેના આ સમાચાર સાંભળી સૌ કોઈ ચોંકી ગયા હતા. સમાંથા થોડા સમય માટે બ્રેક લઈ હવે એક્શનમાં જોવા મળી રહી છે.સિટાડેલની વાત કરીએ તો અભિનેતા વરુણ ધવન પણ જોવા મળશે. આ શોનું ટીઝર પણ રીલિઝ કરી દેવામાં આવ્યું છે. ચાહકોને ટીઝર ખુબ પસંદ આવ્યું હતુ.
સમાંથા રુથ પ્રભુના ભૂતપૂર્વ પતિ નાગા ચૈતન્યએ શોભિતા ધૂલીપાલા સાથે સગાઈ કરી લીધી છે અને ત્યારથી ચાહકો અભિનેત્રી પર પ્રેમ વરસાવી રહ્યા છે.આ દરમિયાન અભિનેત્રીની પર્સનલ લાઈફ વિશે ચાલી રહેલા સમાચારો પણ આશ્ચર્યજનક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમાંથા ‘ધ ફેમિલી મેન’ના ડિરેક્ટર રાજને ડેટ કરી રહી છે.