Big News : પનવેલ ફાર્મ હાઉસમાં સલમાન ખાનને કરડ્યો સાપ, હોસ્પિટલથી ઘરે જવા રવાના થયા અભિનેતા

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ગઈકાલે રાત્રે પનવેલ ફાર્મ હાઉસમાંથી સાપ કરડ્યો હતો.જો કે હાલ અભિનેતાની તબિયત સ્થિર છે અને તે હોસ્પિટલથી ઘરે જવાના રવાના થયા છે.

Big News : પનવેલ ફાર્મ હાઉસમાં સલમાન ખાનને કરડ્યો સાપ, હોસ્પિટલથી ઘરે જવા રવાના થયા અભિનેતા
Salman Khan (File Photo)
| Edited By: | Updated on: Dec 26, 2021 | 12:37 PM

Big News :  બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ગઈકાલે રાત્રે પનવેલ ફાર્મ હાઉસમાંથી (Panvel Farm House) સાપ કરડ્યો હતો. મળતા અહેવાલ અનુસાર આ ઘટના રાત્રે 3.30 કલાકે બની હતી. જે બાદ તેને સારવાર માટે MGM હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર કરાવ્યા બાદ હાલ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) પોતાના ઘરે જવા રવાના થઈ ગયા છે.જો સુત્રોનું માનીએ તો સલમાનને સાપના ડંખથી સામાન્ય ઈજા થઈ હતી.

27 ડિસેમ્બરે સલમાન ખાનનો જન્મદિવસ

બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના 56 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, 27 ડિસેમ્બરના રોજ અભિનેતા તેનો 56મો જન્મદિવસ(Salman Khan Birthday)  ઉજવશે. કોરોનાને કારણે સલમાન આ વખતે પોતાના જન્મદિવસની શાનદાર ઉજવણી કરી શકશે નહિ. એક અહેવાલ મુજબ, આ વખતે સલમાન તેના જન્મદિવસ પર એક પાર્ટીનુ આયોજન કરશે.

મળતા અહેવાલો અનુસાર, સલમાન ખાન પોતાનો જન્મદિવસ પનવેલના ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કરશે. પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો પાર્ટીમાં હાજરી આપશે. દર વર્ષ સલમાન ખાન તેનો જન્મ દિવસ ગ્રાન્ડ રીતે ઉજવે છે.પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે સલમાન પોતાના જન્મદિવસમાં માત્ર નાની પાર્ટીનુ આયોજન કરતા જોવા મળે છે.

બિગ બોસમાં જન્મદિવસની ઉજવણી કરી

સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ 15ના(Bigg Boss)  વીકેન્ડ કા વારમાં શનિવારે સલમાન ખાનનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. RRRની ટીમ તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે શોમાં આવી હતી. જ્યાં તેણે સ્પર્ધકો અને આલિયા ભટ્ટ, એસએસ રાજામૌલી, રામ ચરણ અને જુનિયર એનટીઆર સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન છેલ્લે ફિલ્મ અંતિમમાં(Antim Film)  જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેની સાથે આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળ્યા હતો. આ ફિલ્મ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી તેમજ આ ફિલ્મને ઘણી પસંદ કરવામાં આવી હતી. સલમાન ટૂંક સમયમાં ટાઇગર 3 ફિલ્મનુ શૂટિંગ કરશે. જેમાં સલમાન સાથે લીડ રોલમાં કેટરિના કૈફ જોવા મળશે.

 

આ પણ વાંચો: MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ

આ પણ વાંચો: 83 Box Office Collection Day 2: ક્રિસમસ પર ચાલ્યો રણવીર સિંહનો જાદુ, જાણો બીજા દિવસે કેટલા કરોડની કરી કમાણી

Published On - 12:14 pm, Sun, 26 December 21