પાકિસ્તાન અને આતંકવાદ વિરુદ્ધ આક્રોશ ઠાલવાવમાં બૉલીવુડનો દબંગ સલમાન ખાન પણ પાછળ નથી રહ્યો અને સલમાન માત્ર આક્રોશ ઠાલવીને ચુપ નથી બેસી ગયો. તેણે આ આક્રોશને એક્શનમાં પણ બદલીને બતાવી દીધો છે.
મળતી માહિતી મુજબ સલમાન ખાને પોતાને પોતાની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની ગાયક આતિફ અસલમની હકાલપટ્ટી કરી નાખી છે. NOTEBOOK ફિલ્મનો સલમાન ખાન પોતે પ્રોડ્યુસર છે. પિંકવિલાના એક રિપોર્ટ મુજબ સલમાને પોતાના પ્રોડક્શન હાઉસની ફિલ્મમાંથી આતિફ અસલમનું ગીત હટાવવાની વાત કહી છે.
#PulwamaTerrorAttack: #SalmanKhan replaces Pakistani Singer #AtifAslam in #Notebook, his upcoming production https://t.co/ZY5h6vYepA
— Pinkvilla (@pinkvilla) February 18, 2019
આ પહેલા ટી સિરીઝે આતિફના ગીતો યૂટ્યુબ પરથી અનલિસ્ટ કરી દીધા હતાં. પુલવામા હુલમા બાદ પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો બૉલીવુડના રોષનો ભોગ બની રહ્યા છે. બૉલીવુડે તમામ પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે.
[yop_poll id=1584]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]