SALMAN KHANના કાળા હરણ શિકાર કેસની વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ

|

Jan 16, 2021 | 3:47 PM

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર રાજસ્થાનના જોધપુરમાં કાળા હરણનો શિકાર અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચલી રહ્યા છે

SALMAN KHANના કાળા હરણ શિકાર કેસની વધુ સુનાવણી 6 ફેબ્રુઆરીએ
કાળા હરણ શિખાર કેસમાં સલમાન ખાનને કોર્ટ તરફથી મળી માફી

Follow us on

કાળા હરણના શિકાર કેસમાં, કોર્ટ સમક્ષ હાજર રહેવામાંથી સલમાનખાનને મુક્તિ મળી છે. જો કે આ કેસની વધુ સુનાવણી આગામી 6 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે. જોધપૂર કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે મુદત હતી. કોર્ટ મુદત દરમિયાન ગેરહાજર રહેવા માટે સલમાનખાને કરેલી અરજી કોર્ટે, ગ્રાહ્ય રાખી હતી.

સલમાનના વકીલોની દલીલ

આ કેસની સુનાવણી દરમિયાન સલમાન ખાનના વકીલો હસ્તીમલ સારસ્વત, નિશાંત બોડા અને વિજય ચૌધરીએ કોર્ટમાં કહ્યું હતું કે કોરોના વાયરસ અને શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે સલમાન ખાન કોર્ટમાં હાજર થઈ શક્યો નથી. આ પછી જોધપુરના જિલ્લા ન્યાયાધીશ રાજેન્દ્ર કચ્છવાલે સલમાનને હાજર રહેવાની માફી આપી હતી. આ પહેલો કેસ નથી જ્યારે સલમાને અદાલતમાં માફી માંગી છે. આ 17 મી વખત છે જ્યારે સલમાનના વકીલોએ ગેરહાજર બદલ માફી માંગી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પર રાજસ્થાનના જોધપુરમાં કાળા હરણનો શિકાર અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ ચલી રહ્યા છે. આ કેસમાં સલમાન ખાન કોર્ટ સમક્ષ હાજર થયા હતા અને તેમની ધરપકડ બાદ જામીન પર છૂટા કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી હજી ચાલી રહી છે અને હવે સલમાન ખાનને આ કેસમાં સતત માફી મળી રહી છે. ફરી એકવાર કોર્ટે સલમાન ખાનને માફીની મંજૂરી આપી દીધી છે.

 

 

Published On - 3:06 pm, Sat, 16 January 21

Next Article