VIDEO: સલમાન ખાને ખાસ રીતે લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું આ આઈકોનિક સોંગ

|

Feb 13, 2022 | 2:04 PM

લેજન્ડ લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. દેશના સુપરસ્ટાર શાહરૂખ ખાનથી (Shahrukh Khan) લઈને ક્રિકેટર સચિન તેંડુલકર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શિવાજી પાર્કમાં લતા દીદીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

VIDEO: સલમાન ખાને ખાસ રીતે લતા મંગેશકરને આપી શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું આ આઈકોનિક સોંગ
Actor Salman Khan (File Photo)

Follow us on

Video: લતા મંગેશકરના (Lata Mangeshkar) નિધન થયાના ઘણા દિવસો બાદ પણ ચાહકો હજુ પણ આ દુઃખદ સમાચારમાંથી બહાર આવી શક્યા નથી. સુપરસ્ટાર સલમાન ખાને (Salman Khan) પણ દિગ્ગજ ગાયિકા લતા મંગેશકરના નિધનને યાદ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં સલમાન ખાન લતા મંગેશકર માટે હ્રદયસ્પર્શી સોંગ ગાતા જોવા મળે છે. સલમાન ખાને સોંગ ગાઈને લતા દીદીને ખાસ રીતે શ્રદ્ધાંજલિ આપી છે. સલમાન વીડિયોમાં લતા દીદીનું આઈકોનિક ગીત – ‘લગ જા ગલે સે ફિર યે હંસી રાત હો ના હો..’ ગાતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

લતા દીદીને યાદ કરીને ભાવુક થયો સલમાન ખાન

આ વીડિયોને શેર કરતા સલમાને કેપ્શનમાં લખ્યું- ‘તમારા જેવું કોઈ નહોતું, ન તો હશે..લતાજી..’. તમને જણાવી દઈએ કે લતા મંગેશકરે ગયા રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લતા દીદીના નિધનના સમાચાર બાદ આખો દેશ શોકમાં ડૂબી ગયો હતો, જ્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ સેલેબ્સ પણ ભાવુક થઈ ગયા હતા.

લતા દીદીને સંપૂર્ણ સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. તમને જણાવવુ રહ્યું કે લેજન્ડ લતા મંગેશકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં કરવામાં આવ્યા હતા. દેશના સુપરસ્ટાર શાહરૂખ ખાનથી (Shahrukh Khan) લઈને ક્રિકેટર સચિન તેંડુલકર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શિવાજી પાર્કમાં લતા દીદીને અંતિમ વિદાય આપવા પહોંચ્યા હતા.

દુનિયાભરની મોટી હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યુ

સ્વર કોકિલાની વિદાય બાદ દુનિયાભરની મોટી હસ્તીઓએ દુ:ખ વ્યક્ત કર્યુ હતુ. પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરી, શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષે, ભારતમાં ફ્રેન્ચ રાજદૂત એમેન્યુઅલ લેનને સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : Bollywood: સુરભી જ્યોતિને જજ કરતા હતા કો-સ્ટાર્સ, અભિનેત્રીએ પોતાનું દર્દ કર્યુ વ્યક્ત

Next Article