Video : સલમાન ખાને ઓટો રિક્ષા ચલાવી માયાનગરીની કરી સફર, ચાહકોએ કહ્યુ “ભાઈજાનના અજીબ શોખ”

|

Dec 31, 2021 | 4:34 PM

સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા ઓટો રિક્ષા ચલાવતા જોવા મળી રહ્યા છે.

Video : સલમાન ખાને ઓટો રિક્ષા ચલાવી માયાનગરીની કરી સફર, ચાહકોએ કહ્યુ ભાઈજાનના અજીબ શોખ
Salman khan driving an Auto rickshaw

Follow us on

Viral Video : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના (Salman Khan) કરોડો ચાહકો છે. સોશિયલ મીડિયા પર અભિનેતાની તસવીર અને વીડિયો પોસ્ટ થતાની સાથે જ છવાઈ જાય છે. તાજેતરમાં જ તેના જન્મદિવસના (Salman Khan Birthday) એક દિવસ પહેલા સલમાન ખાનને સાપે ડંખ માર્યો હતો. આ સાંભળીને તેના ચાહકો પણ દુ:ખી થયા હતા. જોકે હવે દબંગ ખાન એકદમ સ્વસ્થ છે અને તેણે પનવેલ ફાર્મ હાઉસમાં ધામધૂમથી પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો.

ભાઈજાનનો અનોખો અંદાજ

હવે સોશિયલ મીડિયા પર સલમાન ખાનનો ઓટો રિક્ષા ચલાવતો (Auto Rickshaw) એક વીડિયો સામે આવ્યો છે, જે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વીડિયોમાં સલમાન ખાનનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વીડિયો સલમાન ખાનના ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર ચાહકો ઘણી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે ‘ભાઈના શોખ પણ અજીબ છે’ તો અન્ય એક યુઝરે લખ્યું, ‘તમે મહાન છો સર, તેથી જ તમે બધાથી અલગ છો’. આ સિવાય અન્ય યુઝર્સ પણ અભિનેતાના આ અંદાજની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

આ ફિલ્મમાં જોવા મળશે સલમાન ખાન

સલમાન ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હાલમાં તેઓ બિગ બોસ 15 શો (Bigg Boss 15) ને હોસ્ટ કરતા જોવા મળે છે. આ સાથે તે ટૂંક સમયમાં કેટરિના સાથે ફિલ્મ ‘ટાઈગર 3’માં જોવા મળશે. હાલમાં જ બંને ફિલ્મના શૂટિંગ માટે તુર્કી ગયા હતા. સલમાન છેલ્લે તેના જીજાજી આયુષ શર્મા (Ayush Sharma) સાથે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ખુબ હિટ રહી હતી, બાદમાં આયુષ શર્માએ સલમાન ખાનનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

 

આ પણ વાંચો : Mumbai : ટેલિવિઝન જગતમાં ઓમિક્રોનનુ સંકટ, આ પોપ્યુલર એક્ટર ઓમિક્રોન સંક્રમિત થતા ખળભળાટ

Published On - 4:34 pm, Fri, 31 December 21

Next Article