દબંગનો બિન્દાસ અંદાજ : NCP નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાને લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO

|

Dec 19, 2021 | 3:15 PM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીનો એક ડાન્સ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

દબંગનો બિન્દાસ અંદાજ : NCP નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં બોલિવુડ સ્ટાર સલમાન ખાને લગાવ્યા ઠુમકા, જુઓ VIDEO
Salman khan dance with shilpa shetty

Follow us on

Viral Video: બોલિવૂડ એક્ટર સલમાન ખાન (Salman Khan) તેની એક્ટિંગથી દરેકનું દિલ જીતી લે છે. એક્ટરનો ડાન્સ કરવાનો અનોખો અંદાજ ચાહકોને ખુબ પસંદ આવે છે. શનિવારે સલમાન ખાન, શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને અનિલ કપૂર NCP નેતા પ્રફુલ પટેલના (Praful Patel) પુત્રના લગ્ન સમારોહ પ્રસંગે જયપુર પહોંચ્યા હતા.

 

ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ

ડાન્સ વીડિયો થયો વાયરલ

કોંગ્રેસ નેતા પ્રફુલ પટેલના પુત્રના લગ્નમાં સલમાન ખાને શિલ્પા શેટ્ટી અને અનિલ કપૂર (Anli Kapoor) સાથે જોરદાર ડાન્સ કર્યો હતો. તેના ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સલમાન ખાન પોતાની ફિલ્મ કિકના ‘જુમ્મે કી રાત’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

 

જુઓ વીડિયો

 

વીડિયોમાં સલમાન ખાન શિલ્પા શેટ્ટી સાથે જુમ્મે કી રાતનું હૂક સ્ટેપ કરતો જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને સલમાન ખાનના અનોખા અંદાજની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

Tiger 3નું શૂટિંગ શરૂ કરશે સલમાન

લગ્નમાંથી પાછા આવ્યા બાદ સલમાન ખાન તેની ફિલ્મ ટાઈગર 3નું (Tiger 3) શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. સલમાનની સાથે કેટરિના કૈફ (Katrina Kaif) પણ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ એક્શન અને મનોરંજનથી ભરપૂર હશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શુટિંગ દિલ્હીમાં થશે.

 

સલમાન ખાન છેલ્લે ‘અંતિમ’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ 26 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે આયુષ શર્મા લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ છે. ફિલ્મ હિટ થયા બાદ આયુષ શર્માએ સલમાન ખાનની પ્રશંશા કરતી પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યુ હતુ કે,” અંતિમ શક્ય જ ન હોત જો ભાઈએ ત્રણ વર્ષ સુધી આ પ્રોજેક્ટમાં વિશ્વાસ ન રાખ્યો હોત. તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને તમે જોતા હતા કે ફિલ્મ સાચી દિશામાં જઈ રહી છે કે નહીં. મારામાં વિશ્વાસ રાખવા બદલ આભાર. હંમેશા મારી સાથે રહેવા અને મને ટેકો આપવા બદલ તમારો આભાર ભાઈ.’

 

 

આ પણ વાંચો : બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચને યાદ કર્યા સંઘર્ષના દિવસો, મહાનાયક અમિતાભે આ રીતે આપી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો : Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ

Next Article