“નઈ રે ભૂલાય” સાજન તારા સંભારણા પાર્ટ- 2, હીતુ કનોડિયા અને મમતા સોનીની સુપરહીટ જોડી

નઈ રે ભૂલાય સાજન તારા સંભારણા પાર્ટ- 2, હીતુ કનોડિયા અને મમતા સોનીની સુપરહીટ જોડી

“નઈ રે ભૂલાય રે નઈ ભૂલાય સાજન તારા સંભારણા” હાલ પણ જ્યારે આ સોંગ સંભળાય છે ત્યારે ગુજરાતી ફિલ્મ જગતના મહાનાયક નરેશ કનોડિયાનો એ શાનદાર અંદાજ સામે આવી જાય છે. આ ગીત દરેક ગુજરાતીના મનમાં ઘર કરી ગયુ છે. 1985માં સ્નેહલતા અને નરેશ કનોડયાની સુપરહીટ જોડી સાથે રીલીઝ થયેલું આ સોંગ આજના યુવાનોને થીરકવા પર […]

TV9 Gujarati

|

Dec 19, 2020 | 4:15 PM

“નઈ રે ભૂલાય રે નઈ ભૂલાય સાજન તારા સંભારણા” હાલ પણ જ્યારે આ સોંગ સંભળાય છે ત્યારે ગુજરાતી ફિલ્મ જગતના મહાનાયક નરેશ કનોડિયાનો એ શાનદાર અંદાજ સામે આવી જાય છે. આ ગીત દરેક ગુજરાતીના મનમાં ઘર કરી ગયુ છે. 1985માં સ્નેહલતા અને નરેશ કનોડયાની સુપરહીટ જોડી સાથે રીલીઝ થયેલું આ સોંગ આજના યુવાનોને થીરકવા પર મજબૂર કરી દે છે.

ગુજરાતી ફિલ્મ જગતના મહાનાયક નરેશ કનોડિયા હવે આપડી વચ્ચે તો નથી રહ્યા પણ તેમની યાદો હંમેશા દીલોમાં રહેશે. ત્યારે હવે ફરી એકવાર પ્રસ્તૃત છે, “સાજન તારા સંભારણા પાર્ટ- 2”, અભિનેતા હીતુ કનોડિયા અને અભિનેત્રી મમતા સોની પર ફરી એકવાર આ ગીત આધુનિક અવતારમાં પ્રદર્શિત કરવામાં આવ્યુ છે. આ ગીત આજે એટેલે કે 19 તારીખે રીલીઝ થઈ ગયુ છે. 2020નું આ નવુ સુપરહીટ ગીત છે.

શ્રી હરેશભાઇ પટેલ દ્વારા નિર્માણ અને દિગ્દર્શન કરવામાં આવ્યુ છે, જ્યારે લોકપ્રિય ગાયક હિમાંશુ બારોટ અને નયના શર્માએ આ ગીત ગાયુ છે.  સંગીત મૌલિક મહેતા દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. નરેશ કનોડિયાની 1985ની સુપરહિટ રોમેન્ટિક ફિલ્મના ટાઇટલ સોંગના જાદુને ફરીથી નવીકરણ આપે છે.

હિતુ કનોડિયા એક ખૂબ જ લોકપ્રિય ગુજરાતી અભિનેતા અને રાજકારણી છે અને બાળ કલાકાર તરીકેની તેમની ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી અને આજ સુધીમાં 100 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે. મમતા સોની એક જાણીતી અભિનેત્રી પણ છે અને અનેક ગુજરાતી ફિલ્મ્સ અને ટીવી સિરિયલોમાં પણ અભિનય કરી ચૂકી છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati