Sa Re Ga Ma Pa Winner : નીલાંજના બની’સારેગામપા’ની વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 10 લાખ રૂપિયા

લગભગ 3 મહિના સુધી ચાલેલા ઝી ટીવીના સિંગિંગ રિયાલિટી શોની સફર હવે પૂરી થઈ છે. આ શોના ઘણા સ્પર્ધકોને શો પૂરો થાય તે પહેલા જ સિંગિંગ બ્રેક મળી ગયો છે.

Sa Re Ga Ma Pa Winner : નીલાંજના બનીસારેગામપાની વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 10 લાખ રૂપિયા
Neelanjana ray
| Edited By: | Updated on: Mar 07, 2022 | 7:16 AM

Sa Re Ga Ma Pa :  ‘ઝી ટીવી’ના સિંગિંગ રિયાલિટી શો ‘સા રે ગા મા પા 2021 વિનર’ને  (Sa Re Ga Ma Pa 2021 Winner) આ સીઝનનો ખિતાબ મળ્યો છે. સૌથી વધુ વોટ સાથે પશ્ચિમ બંગાળની(West Bengal)  નીલંજના (Neelanjana Ray) આ શોની વિજેતા બની છે. ‘સારેગામાપા’ની ટ્રોફી સાથે, નિલાંજનાને રોકડ પુરસ્કાર તરીકે 10 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો છે.

આ સ્પર્ધક બન્યા રનર્સ અપ

સંગીતના દરેક પડકારનો સામનો કરીને નીલાંજનાને સ્પર્ધા આપનાર રાજશ્રી બાગ અને શરદ શર્માને(Sharad Sharma)  શોના પ્રથમ અને બીજા રનર્સ અપ જાહેર કરવામાં આવ્યા હતા. રાજશ્રીને મેકર્સ તરફથી 5 લાખ રૂપિયા જ્યારે શરદ શર્માને 3 લાખ રૂપિયા ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.

સારેગામાપા ટ્રોફી જીત્યા બાદ નીલાંજનાએ કહ્યું,’હું સારેગામાપા 2021 જીતીને ખૂબ જ ખુશ છું અને મારી આ સફરમાં મને જે પ્રશંસા અને પ્રેમ મળ્યો છે તેના માટે હું પ્રેક્ષકોની ખૂબ જ આભારી છું. આ મારા માટે એક એવી ક્ષણ છે જે હું ક્યારેય નહીં ભૂલી શકું અને હું હજુ પણ વિશ્વાસ નથી કરી શકતી કે આ અદ્ભુત સફરનો અંત આવી ગયો છે. સારેગામાપાનો અનુભવ મારા માટે ખૂબ જ સમૃદ્ધ રહ્યો છે.’

જાણો નીલાંજનાનું શું કહેવું છે ?

નીલાંજનાએ વધુમાં કહ્યું કે મને અમારા નિર્ણાયકો, માર્ગદર્શકો પાસેથી ઘણું શીખવા મળ્યું છે અને આ સફર દરમિયાન અમારા શોના તમામ જ્યુરી સભ્યોએ આપેલો પ્રતિસાદ ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો છે. સૌથી વધુ હું આ પ્લેટફોર્મ પર વિતાવેલ તમામ અમૂલ્ય ક્ષણોને ક્યારેય ભુલી શકીશ નહિ. મારા સાથી સ્પર્ધકોએ પણ મને મદદ કરી છે.અમારા સેટ પરના દરેક લોકો મારા માટે પરિવારના સભ્ય જેવા હતા અને મને મારી જાતને સાબિત કરવાની આ તક આપવા બદલ હું ઝી ટીવીનો આભાર માનું છું.

શાનદાર પ્રદર્શન સાથે શરૂઆત કરી

સારેગામાપા ગ્રાન્ડ ફિનાલેમાં નીલાંજનાના ,રાજશ્રી અને શરદે લોકો સમક્ષ અદભૂત પર્ફોર્મન્સ રજૂ કર્યા હતા, સારેગામાપા 2021 ની ગ્રાન્ડ ફિનાલે પણ અન્ય સ્પર્ધકો દ્વારા મનમોહક અને ભાવપૂર્ણ સિંગિસથી ભરપૂર હતો. ગ્રાન્ડ ફિનાલેની શરૂઆત શોના ટોચના છ ફાઇનલિસ્ટ – નીલાંજના રાય, શરદ શર્મા, રાજશ્રી બાગ, સંજના ભટ્ટ, અનન્યા ચક્રવર્તી અને સ્નિગ્ધાજીત ભૌમિકના ગીતો સાથે થઈ હતી.

આ પણ વાંચો :  સુષ્મિતા સેનના ભાઈ રાજીવથી ફરી અલગ થઈ અભિનેત્રી ચારુ અસોપા, જાણો શું છે કારણ ?

આ પણ વાંચો : લાઈવ કોન્સર્ટ દરમિયાન સપના ચૌધરીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ, હાલ તબિયતમાં સુધારો