કેટરીના કૈફની બહેન ઈસાબેલને મળી હતી RRR ની ઓફર,આ કારણે આગળ ન વધી વાત

|

Mar 29, 2022 | 9:02 AM

કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'ટાઈમ ટુ ડાન્સ'થી કરી હતી.જો કે ઈસાબેલની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ નહોતી.

કેટરીના કૈફની બહેન ઈસાબેલને મળી હતી RRR ની ઓફર,આ કારણે આગળ ન વધી વાત
Isabelle kaif offered to RRR

Follow us on

RRR : તાજેતરમાં રિલીઝ થયેલી નિર્માતા એસએસ રાજામૌલીની(SS Rajamouli) ફિલ્મ ‘RRR’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. 257 કરોડની ઓપનિંગ કરનાર આ ફિલ્મે માત્ર 3 દિવસમાં બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મમાં જુનિયર એનટીઆર(Junior NTR) અને રામ ચરણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે.RRRમાં, આલિયા ભટ્ટે ઓન-સ્ક્રીન રામ ચરણ (Ram Charan)સાથે જોડી બનાવી છે. જ્યારે ઓલિવિયા મોરિસને જુનિયર એનટીઆરની ગર્લફ્રેન્ડ તરીકે બતાવવામાં આવી છે. જો કે રિપોર્ટ્સનું માનવું છે કે, ફિલ્મ RRR માટે ઓલિવિયા પહેલી પસંદ નહોતી.

આ રોલ સૌપ્રથમ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફને ઓફર કરવામાં આવ્યો

રાજકુમારીનો આ રોલ સૌપ્રથમ કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફને (Isabelle Kaif) ઓફર કરવામાં આવ્યો હતો. પરંતુ તેણે આ ફિલ્મનો ભાગ બનવાનો ઇનકાર કર્યો હતો.અહેવાલો અનુસાર,ઈસાબેલ કૈફને એક વિદેશીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી, જે ફિલ્મમાં જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાની હતી. જો કે, ઈસાબેલે ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તે ફિલ્મની સ્ક્રિપ્ટ અને વિગતો જાણતી હતી.

વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી

પરંતુ ઈસાબેલના ઈનકારને કારણે અભિનેત્રી ઓલિવિયા મોરિસ માટે ફાયદાકારક સાબિત થઈ. તમને જણાવી દઈએ કે, કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફે બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘ટાઈમ ટુ ડાન્સ’થી કરી હતી. જો કે ઈસાબેલની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ સાબિત થઈ નહોતી.બીજી તરફ રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRRની વાત કરીએ તો આ ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?
Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?

આ ફિલ્મે ઘણા રેકોર્ડ તોડ્યા હતા

આ ફિલ્મે તેના પ્રથમ દિવસના કલેક્શન સાથે ઘણા રેકોર્ડ તોડ્યા છે. ‘બાહુબલી’ પછી રાજામૌલીએ ફરી ‘RRR’થી ધમાલ મચાવી છે. ફિલ્મ જોયા બાદ થિયેટરમાંથી બહાર આવતા લોકો તેના વખાણ કરતા થાકતા નથી.સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત આ ફિલ્મમાં બોલિવૂડ કલાકારો આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો : રણવીર સિંહે દુબઈ એક્સ્પો ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે કર્યો ડાન્સ, જુઓ વાયરલ વીડિયો

Published On - 7:41 am, Tue, 29 March 22