RRR Box Office Collection : જુનિયર NTR અને રામ ચરણની જોડી સિનેમા પર છવાઈ, પરંતુ RRR ફિલ્મ ચૂકી આ રેકોર્ડ

બાહુબલી (Baahubali) ફિલ્મ નિર્માતા SS રાજામૌલીની ફિલ્મ RRR એ વિશ્વભરમાં 600 કરોડથી વધુની કમાણી કરી છે.પ્રથમ અઠવાડિયે કુલ 107.59  કમાણી કર્યા છતા પણ આ ફિલ્મ એક રેકોર્ડ ચૂકી ગઈ છે.

RRR Box Office Collection : જુનિયર NTR અને રામ ચરણની જોડી સિનેમા પર છવાઈ, પરંતુ RRR ફિલ્મ ચૂકી આ રેકોર્ડ
RRR Box office Collection
| Edited By: | Updated on: Mar 31, 2022 | 10:24 AM

RRR Box Office Collection : એસએસ રાજામૌલીની(SS Rajamouli)  બ્લોકબસ્ટર ફિલ્મ RRRએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. RRR ની કમાણી છઠ્ઠા દિવસે પણ સારી રહી છે. બાહુબલી (Baahubali)ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ વિશ્વભરમાં (RRR World Wide Collection)600 કરોડથી વધુની કમાણી કરી છે, પરંતુ આ ફિલ્મ રેકોર્ડ બનાવવાનું ચૂકી ગઈ છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો (RRR In 100 CR Club) પાર કરી લીધો હતો. આ ફિલ્મે કુલ 107.59 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

RRRનું અત્યાર સુધીનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું છે?

અહેવાલ છે કે છઠ્ઠા દિવસે પણ ફિલ્મે લગભગ 13 થી 15 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આવી સ્થિતિમાં ફિલ્મના હિન્દી વર્ઝનનું કુલ કલેક્શન 120 થી 122 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. જોકે, RRRએ શરૂઆતના દિવસે જ બહુવિધ ભાષાઓમાં 250 કરોડનો બિઝનેસ કર્યો હતો. પરંતુ પ્રથમ અઠવાડિયે કુલ 107.59  કમાણી કર્યા પછી, આ ફિલ્મ એક રેકોર્ડ ચૂકી ગઈ છે.

RRR આ રેકોર્ડ ચૂકી

રાજામૌલી દ્વારા નિર્દેશિત બાહુબલી સિરીઝને લઈને ચાહકોમાં એક અલગ જ ક્રેઝ હતો. એસએસ રાજામૌલીની અગાઉની ફિલ્મ ‘બાહુબલી 2’ એ તેની રિલીઝના પ્રથમ સપ્તાહમાં 539 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, RRR પાસેથી પણ આવા જ બિઝનેસની અપેક્ષા હતી.પણ RRR આ રેકોર્ડ ચૂકી ગઈ હતી.તમને જણાવી દઈએ કે, ફિલ્મ RRRએ શુક્રવારે 20.07 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને શનિવારે ફિલ્મે 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે રવિવારે ફિલ્મે 31.50 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.જો કે ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મ RRR એ હિન્દી બેલ્ટની ટોપ 5 સ્કોરર ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

આ પણ વાંચો : The Kashmir Files : ફિલ્મ રિલીઝ થયા બાદ અનુપમ ખેરના ઘરે પંડિતોની લાઈન લાગી, અભિનેતાએ જણાવ્યું કારણ