RRR Box Office Collection Day 4: નિર્દશક એસએસ રાજામૌલીની (SS Rajamouli) નવી ફિલ્મ ‘RRR’એ ઘણા રેકોર્ડ તોડ્યા છે.બોક્સ ઓફિસ કલેક્શનમાં જુનિયર એનટીઆર (Junior NTR) અને રામ ચરણની (Ram Charan) જોડીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 300 કરોડ અને વિશ્વવ્યાપી કલેક્શનમાં રવિવારે 500 કરોડની કમાણી કરી હતી. લગભગ 550 કરોડ રૂપિયાના બજેટ સાથે બનેલી ફિલ્મ ‘RRR’ને સુપરહિટનો દરજ્જો મેળવવા માટે ઓછામાં ઓછા 1100 કરોડ રૂપિયાની કમાણી કરવી પડશે.
જો કે ફિલ્મ ‘RRR’ના તેલુગુ વર્ઝનનું બોક્સ ઓફિસ કલેક્શન શુક્રવારથી સતત ઘટી રહ્યું છે અને સોમવારે તે ઘટીને 16 કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયુ છે. આ ફિલ્મની સરખામણી રાજામૌલીની પાછલી ફિલ્મ ‘બાહુબલી 2’ સાથે સતત કરવામાં આવી રહી છે. પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર એવું પ્રદર્શન કરી શકી નથી. તેલુગુ વર્ઝનની સાથે સાથે ફિલ્મ ‘RRR’ના હિન્દી વર્ઝનમાં પણ સોમવારે ઘટાડો જોવા મળ્યો હતો.જો કે તેણે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ને બોક્સ ઓફિસ ક્લેક્શનમાં પાછળ છોડી છે.
ફિલ્મ ‘RRR’ એ રિલીઝના પહેલા ત્રણ દિવસમાં તેની ધારણા કરતા ઓછો બિઝનેસ કર્યો છે, પરંતુ ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સુકતા જળવાઈ રહી છે.પ્રથમ ત્રણ દિવસમાં ફિલ્મે 300 કરોડ અને વિશ્વભરમાં 500 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મ ‘RRR’એ શુક્રવારે દેશભરમાં કુલ 130 કરોડની કમાણી કરી હતી. આમાં તેલુગુ વર્ઝનનો હિસ્સો 100.13 કરોડ, હિન્દીનો 20.07 કરોડ, તમિલનો 6.5 કરોડ, મલયાલમનો 3.1 કરોડ અને કન્નડ વર્ઝનનો હિસ્સો માત્ર 20 લાખ હતો. રિલીઝના પહેલા સોમવારે ફિલ્મે લગભગ 45 કરોડનો બિઝનેસ કર્યો છે.
ફિલ્મ ‘RRR’ની કમાણીની વાત કરીએ તો શરૂઆતના ટ્રેન્ડ મુજબ રિલીઝના પહેલા દિવસે ફિલ્મે 45 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જેમાં તેલુગુ વર્ઝનની કમાણી લગભગ 16 કરોડ રૂપિયા અને હિન્દી વર્ઝનની કમાણી લગભગ 15.50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. રિલીઝના પહેલા સોમવારના કલેક્શન અનુસાર, જો આપણે રાજામૌલીની અગાઉની ‘બાહુબલી’ સાથે ફિલ્મ ‘RRR’ની સરખામણી કરીએ તો ‘બાહુબલી 2’ એ તે દિવસે લગભગ 80 કરોડનો બિઝનેસ કર્યો હતો.
આ પણ વાંચો : કેટરીના કૈફની બહેન ઈસાબેલને મળી હતી RRR ની ઓફર,આ કારણે આગળ ન વધી વાત