‘RRR’ BO Collection: રાજામૌલીની ફિલ્મ પ્રથમ દિવસે જ 100 કરોડ કલબમાં સામેલ, રિલિઝ થયા બાદ તોડ્યા ઘણી ફિલ્મોના રેકોર્ડ

બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પહેલા માત્ર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઈલ્સ' રણકતી હતી. પરંતુ હવે 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'RRR'એ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

RRR BO Collection: રાજામૌલીની ફિલ્મ પ્રથમ દિવસે જ 100 કરોડ કલબમાં સામેલ, રિલિઝ થયા બાદ તોડ્યા ઘણી ફિલ્મોના રેકોર્ડ
RRR Movie
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:18 AM

એસએસ રાજામૌલી (SS Rajamouli)ની ફિલ્મ ‘RRR’એ હંગામો મચાવ્યો છે. તેમની પાછલી ફિલ્મ ‘બાહુબલી’ની જેમ આ ફિલ્મે પણ બમ્પર કમાણી શરૂ કરી દીધી છે. 25 માર્ચે રિલીઝ થયેલી આ ફિલ્મને માત્ર 24 કલાક જ થયા છે કે તેણે બોક્સ ઓફિસ (Box Office)ના તમામ આંકડાઓ અને ટ્રેડ વિશ્લેષકોની વિચારસરણી અને આગાહીઓને માત આપી દીધી છે. ફિલ્મે રિલીઝના દિવસે 125 કરોડનો બિઝનેસ કર્યો છે અને આ કોઈ આશ્ચર્યથી ઓછું નથી. આવનારા દિવસોમાં આ ફિલ્મની કમાણી અનેક ગણી વધી જવાની છે. જેનો પ્રારંભિક તબક્કામાં જ અંદાજો લગાવવામાં આવ્યો છે.

રિલીઝ પહેલા આ ફિલ્મને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી અને આ તમામ અટકળો પર આ ફિલ્મ સાચી પડી છે. આ ફિલ્મમાં ભજવવામાં આવેલા પાત્રને લોકોને ખૂબ જ ઉત્સાહિત કર્યા હતા. લોકોને ફિલ્મની એક્શન સિક્વન્સ અને ફિલ્મની સ્ટોરી પસંદ આવી છે. આના પરિણામે આ ફિલ્મે અન્ય ફિલ્મોને કમાણીના મામલામાં ઘણી પાછળ છોડી દીધી છે.

એક જ દિવસમાં ફિલ્મે125 કરોડની કરી કમાણી

બોક્સ ઓફિસ પર આ ફિલ્મ પહેલા માત્ર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઈલ્સ’ રણકતી હતી. પરંતુ હવે 25 માર્ચ 2022ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘RRR’એ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મે કમાણીના મામલામાં એક અલગ જ સ્તર સ્થાપિત કર્યું છે. ક્રિટિક્સે ફિલ્મને 3.5 સ્ટાર આપ્યા હતા, પરંતુ તેની કમાણી જોઈને લાગે છે કે આ ફિલ્મ માટે 10 સ્ટાર પણ ઓછા પડ્યા હશે.

કારણ કે લોકો ફિલ્મના ખૂબ વખાણ કરી રહ્યા છે. બધી ફિલ્મોની જેમ આ ફિલ્મનું પ્રીમિયર પણ થયું, પરંતુ તેમ છતાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો તેમના પરિવાર સાથે ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ગયા અને ત્યાં એકઠા થયેલા લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, તેમના સ્ટાર્સને પોતાની વચ્ચે જોઈને લોકો ખૂબ જ ખુશ અને ઉત્સાહિત જોવા મળ્યા.

આ ફિલ્મે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 125 કરોડની કમાણી કરી છે. જ્યારે આ ફિલ્મે માત્ર હિન્દીભાષામાં 18 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને જો આખી દુનિયામાં બનેલી આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર દુનિયાભરમાં 200 કરોડની કમાણી કરી છે.

ફિલ્મમાં છે આ મેગા સ્ટાર્સ

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફિલ્મ ઘણા સમયથી બની રહી હતી. હા, વચ્ચે ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સામે આવતી હતી. આ ફિલ્મમાં રામ ચરણ તેજા, એનટીઆર જુનિયર, આલિયા ભટ્ટ અને અજય દેવગણે મુખ્ય ભૂમિકા ભજવી છે. જ્યારે આ ફિલ્મ પ્રસિદ્ધ નિર્દેશક એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: Happy Birthday: વિલનના પાત્રથી મળી ઓળખ, જાણો અભિનેતા પ્રકાશ રાજ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો

આ પણ વાંચો:  RRR ફિલ્મનું જોવા મળ્યું ગુજરાત સાથે અનોખું કનેક્શન, જાણો અહીંયા