શું તમે જાણો છો KGF ની અસલી કહાની ? જ્યાંથી 900 ટન સોનું કાઢવામાં આવ્યુ હતું

|

Apr 20, 2022 | 7:08 AM

KGFનું પૂરું નામ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ છે. સુપરસ્ટાર યશની આ ફિલ્મ કર્ણાટકના  (Karnataka) કોલારમાં આવેલા સોનાની ખાણો પર આધારિત છે.

શું તમે જાણો છો KGF ની અસલી કહાની ? જ્યાંથી 900 ટન સોનું કાઢવામાં આવ્યુ હતું
Real story of KGF

Follow us on

KGFના પહેલા ભાગથી જ દર્શકો તેની સિક્વલની(KGF Chapter 2)  આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તાજેતરમાં તેની સિક્વલ KGF ચેપ્ટર 2 (KGF-2) રિલીઝ થઈ છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ બનાવી રહી છે. અત્યાર સુધીમાં તેણે લગભગ 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે.તમને જણાવી દઈએ કે, KGFનું પૂરું નામ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ છે. સુપરસ્ટાર યશની આ ફિલ્મ કર્ણાટકના  (Karnataka)કોલારમાં આવેલા સોનાની ખાણો પર આધારિત છે. આ એક એવી ખાણ  (Gold Mines) છે જ્યાં એક સમયે લોકો તેને હાથથી ખોદીને સોનું કાઢતા હતા. 121 વર્ષના ઈતિહાસમાં આ ખાણમાંથી લગભગ 900 ટન સોનું કાઢવામાં આવ્યું છે.

વિશ્વની બીજી સૌથી ઊંડી ખાણ

ફિલ્મમાં દેખાડવામાં આવેલી સોનાની ખાણ કર્ણાટકના કોલાર જિલ્લાના (kolar District) મુખ્યાલયથી 30 કિમી દૂર રોબર્ટસનપેટ નામના તાલુકામાં છે. દક્ષિણ આફ્રિકાની પોનેંગ સોનાની ખાણો પછી કોલાર ગોલ્ડ ફિલ્ડ્સની ગણતરી વિશ્વની બીજી સૌથી ઊંડી ખાણ તરીકે થાય છે.

આ ખાણ વિશે ઘણી કહાનીઓ પ્રચલિત હતી. આ સાંભળીને બ્રિટિશ સરકારના લેફ્ટનન્ટ જોન વોરેન અહીં પહોંચ્યા હતા. KGFનું સત્ય જાણવા માટે, જ્હોને ગામ લોકોને એક ચેલેન્જ આપી. તેણે કહ્યું, જે કોઈ ખાણમાંથી સોનું બહાર કાઢશે તેને ઈનામ આપવામાં આવશે. ઈનામ મેળવવાની ઈચ્છાથી ગ્રામજનો બળદ ગાડામાં ખાણની માટી ભરીને જ્હોન પાસે પહોંચ્યા. જ્યારે જ્હોને માટીની તપાસ કરી, ત્યારે તેને ખરેખર તેમાં સોનાના નિશાન મળ્યા. તે દરમિયાન જ્હોને ખાણમાંથી 56 કિલો સોનું (Gold) કાઢ્યું હતું. આ પછી, 1804 થી 1860 ની વચ્ચે સોનું કાઢવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કંઈપણ ફળ્યું નહીં. આ દરમિયાન ખાણમાં ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું હતું.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ ખાણ પર સંશોધન 1871 માં શરૂ થયું હતું. નિવૃત્ત બ્રિટિશ સૈનિક માઈકલ ફિટ્ઝગેરાલ્ડ લેવેલીએ 1804માં એશિયાટિક જર્નલમાં પ્રકાશિત એક અહેવાલ વાંચ્યો, જેમાં કોલારની આ સોનાની ખાણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લેવેલી ખૂબ જ ઉત્સાહિત હતો અને ભારત આવ્યો હતો. તેઓએ ખાણના 100 કિમીની અંદર મુસાફરી કરી અને સોનું મળી શકે તેવા સ્થળોની ઓળખ કરી.

માઇનિંગ લાયસન્સ મૈસુરના મહારાજા દ્વારા આપવામાં આવ્યું

પ્રથમ સફળતા પછી જ્હોને 1873 માં મૈસુરના મહારાજા પાસેથી ખાણકામ માટે લાયસન્સ આપવા માટે પરવાનગી માંગી. મહારાજાએ 2 ફેબ્રુઆરી, 1875ના રોજ લાયસન્સ જાહેર કર્યું હતું. જ્હોનને આ માટે રોકાણકારો મળ્યા અને ખાણકામનું કામ બ્રિટિશ કંપની જોન ટેલર એન્ડ સન્સને સોંપ્યું. આ રીતે KGFમાંથી સોનું કાઢવાનું કામ શરૂ થયું.

એક સમયે દેશનું 95 ટકા સોનું અહીંથી નીકળતું હતું !

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતમાં જે સોનું બહાર આવ્યું હતું તેમાંથી 95 ટકા આ KGFમાંથી આવતું હતું. આ રીતે ભારત સોનાના ઉત્પાદનની બાબતમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું હતું.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Arshad Warsi : જન્મદિવસના ખાસ અવસર પર જાણો ‘મુન્નાભાઈ એમબીબીએસ’ ફેમ સર્કિટ વિશે કેટલીક અજાણી વાતો….

Published On - 7:18 pm, Tue, 19 April 22

Next Article