“તડપ તડપ કે”: પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા આ પતિએ, જાણો આ બાદ શું કહ્યું પતિ અને પત્નીએ

|

May 29, 2021 | 1:09 PM

ફિલ્મની સ્ટોરી જેવું જ વાસ્તવિક જીવનમાં બન્યું છે. એક પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થઇ જાય છે. અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ રજુ કરતા પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા.

તડપ તડપ કે: પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવ્યા આ પતિએ, જાણો આ બાદ શું કહ્યું પતિ અને પત્નીએ
વાસ્તવિક જીવનમાં ફિલ્મી સ્ટોરી

Follow us on

વર્ષો પહેલા સંજય લીલા ભણસાલીની ફિલ્મ આવી હતી. જેણે દર્શકોના હૃદયમાં અલગ જગ્યા બનાવી દીધી. ફિલ્મનું નામ હતું ‘હમ દિલ દે ચુકે સનમ’. ભાગ્યે જ કોઈ હશે જેને આ ફિલ્મ વિશે ખબર નહીં હોય. ફિલ્મના વિષયની વાત કરીએ તો ઐશ્વર્યા એટલે કે નંદીનીને સલમાન એટલે કે સમીર સાથે પ્રેમ હોય છે. પરંતુ તેના લગ્ન અજય એટલે કે વનરાજ સાથે થઇ જાય છે. જ્યારે વનરાજને નંદીનીના હ્રદયની વાત ખબર પડે છે ત્યારે તે નંદીની અને સમીરને એક કરવાના પ્રયત્ન કરે છે.

હમ દિલ દે ચુકે સનમ વાસ્તવિક જીવનમાં

આવું જ કંઇક વાસ્તવિક જીવનમાં બન્યું છે. ખરેખર એક પરણિત મહિલાને અન્ય યુવક સાથે પ્રેમ થઇ જાય છે. અને આ બાદ પ્રેમનું ઉત્તમ ઉદાહરણ રજુ કરતા પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવ્યા. એટલું જ નહીં આ પરણિત જોડાને 2 વર્ષની દીકરી પણ છે. જેનું પાલન હવે પતિ જ કરશે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખુબ ચર્ચામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

બંનેએ લવ મેરેજ કર્યા હતા

આ ઘટના બિહારના છપરા જિલ્લાના ઘેઘટા ગામની છે. જ્યાં પતિએ તેની પત્નીના લગ્ન બીજા યુવક સાથે કરાવ્યા. આ વાર્તા સાંભળીને હમ દિલ દે ચુકે સનમની ભલે યાદ આવી જાય પરંતું વાતમાં મોટા વળાંક પણ છે. પતિનું કહેવું છે કે તેણે પણ બે વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા. બંનેને એક પુત્રી પણ છે, જેનું પાલન હવે તે કરશે. પતિનું કહેવું છે કે હવે તે પણ બીજા લગ્ન કરી જીવનની નવી શરૂઆત કરશે.

શું કહેવું છે પત્નીનું?

પત્નીનું કહેવું છે કે તેનો પતિ તેની સાથે મારપીટ કરતો હતો. જેના કારણે તે અન્યું યુવકને વધુ પસંદ કરવા લાગી અને તેની સાથે લગ્ન કર્યા. તેમજ તેણે એમ પણ કહ્યું કે હવે આ યુવક એટલે કે હાલના પતિને ક્યારેય નહીં છોડે.

સોશોયલ મીડિયામાં વાયરલ

ખરેખર જ્યારે મંદિરમાં લગ્ન થઇ રહ્યા હતા ત્યારે લોકોને ખબર પડી કે પતિ તેની પત્નીના લગ્ન પ્રેમી સાથે કરાવી રહ્યો છે. તો લોકો તેમના વિડીયો બનાવવા લાગ્યા. લોકોએ તેમને સવાલ પૂછ્યા અને આ ત્રણેય લોકોએ પ્રામાણિકતાથી જવાબ આપ્યા. કોઈએ આ વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી દીધો અને પછી સમગ્ર ઘટના વાયરલ થઇ ગઈ.

Next Article