Song Lyrics : કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડો બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આ લેખમાં આપણે ગીતના લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ અને સાચા શબ્દોની સમજ આવે. આ સોંગ જીગરદાન ગઢવી અને ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગાવામાં આવ્યુ છે.
ભીંજાઈ હૈયા ની ધરતી રે,
શરમાયું આંખોનું આભ,
ટહુકયાં રે મનના મોરલિયા રે,
આંગણિયા લીલી લીલી છાબ
કે આ મૌસમ મૌજ-એ-દરિયા,
કોઇ નદી થઈ એમાં વહી જાઉં રે…
ધીમો ધીમો વરસાદ,
પ્રીત દે છે કોઇ ને સાદ રે,
ધીમો ધીમો વરસાદ,
ભીના સપના ભીની રાતો,
મેહકી ઉઠી એની યાદ રે,
ધીમો ધીમો વરસાદ!
કોઇ જો પોતાનું હોય તો,
દુનિયા કેવી વ્હાલી લાગે રે,…
એની હારે બે મીઠી વાત રે..
બીજું કોઈ શું માંગે રે!
એના રંગો અંગે અંગે ,
અંગે અંગે આવી રંગે !
હું ઉમંગે ઉમંગે હરખાઉ રે !
ધીમો ધીમો વરસાદ,
પ્રીત દે છે કોઇ ને સાદ રે
ધીમો ધીમો વરસાદ