Condemned The Killing : દેશમાં ઘણા દિવસોથી એક અલગ જ માહોલ ચાલી રહ્યો છે. હિજાબના વિવાદને (Hijab Controversy) લઈને દરરોજ કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. આ સમાચારથી આખો દેશ ચિંતિત છે. તાજેતરમાં કર્ણાટકમાં (Karnataka) જ બજરંગ દળના 23 વર્ષના કાર્યકરની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.
ઘણા દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર આ હત્યા અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. જ્યારે ઘણા લોકો યુવાનની હત્યાને લઈને ન્યાયની માંગ કરી રહ્યા છે. હવે આ લિસ્ટમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનું (Raveena Tandon) નામ જોડાઈ ગયું છે. રવિના ટંડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બજરંગ દળના આ કાર્યકર માટે ન્યાયની માંગ કરી છે. સાથે જ મશહુર ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સાથે આ સેલિબ્રિટીઓએ આ હત્યાની આકરી નિંદા કરી છે.
કર્ણાટકની રાજધાનીમાં હિજાબ કેસને લઈને વિવાદ વધી રહ્યો છે. બેંગલુરુથી લગભગ 250 કિમી દૂર આવેલી કેટલીક કોલેજોમાં હિજાબના વિવાદને લઈને વિક્ષેપ સર્જાયો હતો. આ મામલાને આ વિવાદ સાથે જોડવામાં આવી રહ્યો છે. ત્યારે બજરંગ દળના 23 વર્ષીય કાર્યકર હર્ષ પર રવિવારે બારથી કોલોનીમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ હર્ષનું મોત થયું હતું. કાર્યકરના મોતથી સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.આ ઘટનાથી સર્જાયેલા તણાવના વાતાવરણને ધ્યાને રાખીને જિલ્લા વહીવટીતંત્રે સોમવારે શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરી હતી.
આ ઘટના પર રવિના ટંડને પણ ટ્વિટર પર ચાલતા જસ્ટિસના હેશટેગમાં પોતાની ભૂમિકા નોંધાવી છે, તેણે ટ્વિટર પર #JusticeForHarsha લખ્યું છે.
#JusticeForHarsha 🙏🏻🕉🙏🏻
— Raveena Tandon (@TandonRaveena) February 21, 2022
જ્યારે ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે અમે #JusticeForHarsha ને ટ્રેન્ડ કરીશું અને સૂઈ જઈશું. પછી અમે કોઈ નવા મોબ લિંચિંગની રાહ જોઈશું,આ જાગવાનો સમય છે…
We will trend #JusticeForHarsha and sleep. Then will wait for another mob lynching for the new trend.
Time to wake up!!
— Manish Mundra (@ManMundra) February 21, 2022
આ પણ વાંચો: ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘ભક્ષક’નું શૂટિંગ પૂર્ણ, શાહરૂખ ખાનના આ બેનર હેઠળ પ્રોડ્યુસ થઈ ફિલ્મ