Chhava ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લંગડાતા લંગડાતા પહોંચી રશ્મિકા મંદાના, કૂદકા મારીને ચઢી સ્ટેજ પર, વાયરલ થયો-Video

|

Jan 23, 2025 | 9:51 AM

Chhava Trailer Launch: રશ્મિકા ટ્રેલર લોન્ચમાં હાજરી આપવા માટે હૈદરાબાદથી વ્હીલચેર પર મુંબઈ આવી હતી. તેમજ આખા કાર્યક્રમમાં લંગડાતા અને કૂદકા મારીને ચાલતી જોવા મળી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Chhava ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં લંગડાતા લંગડાતા પહોંચી રશ્મિકા મંદાના, કૂદકા મારીને ચઢી સ્ટેજ પર, વાયરલ થયો-Video
Rashmika Mandana

Follow us on

તેલુગુ ફિલ્મોમાં પોતાનું આકર્ષણ બતાવ્યા બાદ, રશ્મિકા મંદાનાએ હવે બોલિવૂડમાં પણ પોતાની ઓળખ બનાવી લીધી છે. રણબીર કપૂરની ‘એનિમલ’ પછી, અભિનેત્રી હવે વિક્કી કૌશલ સાથે ફિલ્મ ‘છાવા’માં જોવા મળશે. આ ફિલ્મ શિવાજી મહારાજ પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર ગઈકાલે રિલીઝ થયું હતું જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રશ્મિકા ટ્રેલર લોન્ચમાં હાજરી આપવા માટે હૈદરાબાદથી વ્હીલચેર પર મુંબઈ આવી હતી. તેમજ આખા કાર્યક્રમમાં લંગડાતા અને કૂદકા મારીને ચાલતી જોવા મળી હતી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સ્ટેજ પર લંગડાતા પહોંચી રશ્મિકા

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા દ્વારા ખુલાસો કર્યો હતો કે તેના પગમાં ઈજા થઈ છે તેના પગમાં ફેક્ચર થયુ છે, જે બાદ પછી ચાહકો થોડા દુઃખી થઈ ગયા હતા. ચાહકોને લાગતું હતું કે રશ્મિકા થોડા દિવસ ઘરે આરામ કરશે પરંતુ આ હિંમતવાન અભિનેત્રી તેના તૂટેલા પગ સાથે તેની લોન્ચીંગના કાર્યક્રમમાં પહોચી. રશ્મિકા ઈજાગ્રસ્ત પગ સાથે ‘છાવા’ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી, જ્યાં તેના સહ-અભિનેતા વિક્કી કૌશલે તેને મદદ કરી.

ભારતમાં આવ્યુ છે એક એવુ ગામ જ્યાં બોલાય છે માત્ર સંસ્કૃત ભાષા
Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ

વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જે વીડિયો સામે આવ્યો છે તેમાં રશ્મિકા મંદાના લાલ અને ગોલ્ડન રંગના ભારે સૂટમાં જોવા મળી રહી છે. તેને સ્ટેજ સુધી પહોંચવા માટે સખત સંઘર્ષ કરતા જોઈ શકાય છે. તે એક પગે કૂદીને સ્ટેજ પર ચઢી જાય છે. નજીકમાં ઉભેલા લોકો તેને ટેકો આપી રહ્યા છે. સ્ટેજ પર હાજર વિકી કૌશલ તેને સ્ટેજ પર આવવામાં મદદ કરે છે અને પછી તેનો હાથ પકડે છે. સ્ટેજ પર ચઢ્યા પછી પણ અભિનેત્રી કૂદકા મારતી જોવા મળે છે. રશ્મિકાને આવું કરતી જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ દુખી થઈ ગયા છે.

લોકોએ વિકી કૌશલના કર્યા વખાણ

આ ફિલ્મમાં રશ્મિકા મંદાના મહારાણી યેસુબાઈ ભોંસલેની મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. હાલમાં, આ વીડિયો જોયા પછી, લોકો વિકી કૌશલના ખૂબ વખાણ કરી રહ્યા છે. લોકો કહે છે કે તે એક સજ્જન છે. એક વ્યક્તિએ લખ્યું, ‘વિકી ખરેખર એક સારો વ્યક્તિ છે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘વિકીનો કોઈ જવાબ નથી.’ તમને જણાવી દઈએ કે જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેમના પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તેમને તેમની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ મુલતવી રાખવું પડ્યું હતું. હાલમાં, તે સ્વસ્થ થઈ રહી છે અને ‘છાવા’ ના પ્રમોશનનો ભાગ છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

Next Article