Rashmi Rocket Release Date: તાપસી પન્નુની ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ

તાપસી પન્નુની આગામી ફિલ્મ રશ્મિ રોકેટની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે જાણો કે કયા OTT પ્લેટફોર્મ પર આ ફિલ્મ રજૂ કરવામાં આવશે.

Rashmi Rocket Release Date: તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ
Rashmi Rocket film will be released on ott platform
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:58 PM

Rashmi Rocket Release Date: તાપસી પન્નુ તેના અભૂતપૂર્વ અભિનય માટે જાણીતી છે. ત્યારે તાપસીના ફેન્સ માટે સારા સમાચાર મળી રહ્યા છે. તાપસીની નવી ફિલ્મ રશ્મિ રોકેટ ટુંક સમયમાં જ રિલીઝ થવા જઈ રહી છે. ચાહકો તાપસીની આગામી ફિલ્મ રશ્મિ રોકેટની (Rashmi Rocket Movie) આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે ફિલ્મ નિર્માતા દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે ફિલ્મ થિયેટરોને બદલે OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે.

 

રશ્મિ રોકેટ ક્યારે રિલીઝ થશે?

તમને જણાવી દઈએ કે તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ દશેરાના તહેવાર નિમિતે એટલે કે 15 ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થશે. જેથી તાપસીના (Taapsee Pannu) ચાહકો હવે ઘરે બેઠા જોવા આ ફિલ્મનો આનંદ માણી શકશે.

 

રશ્મિ રોકેટની કહાની

રશ્મી રોકેટનું નિર્માણ રોની સ્ક્રુવાલાના આરએસવીપી અને મેંગો પીપલ મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં એક યુવાન છોકરીની કહાની બતાવવામાં આવી છે, જે એક નાના ગામમાંથી આવે છે. ભગવાને તેને એક ખાસ ભેટ આપી હોય છે. ફિલ્મમાં તે એક રેસ કરતી જોવા મળશે. આ ફિલ્મમાં તાપસી નવા લુકમાં જોવા મળશે.

 

આર્ક ખુરાના દ્વારા નિર્દેશિત રશ્મી રોકેટની કહાની નંદા પેરીયાસામીની મૂળ કહાની પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મની રિલીઝ ડેટ તાપસીએ સોશિયલ મીડિયા (Social media) પર જાહેર કરી છે. ફિલ્મનું પોસ્ટર શેર કરતી વખતે તાપસીએ લખ્યું છે કે આ પડકારજનક રેસ શરૂ થઈ ગઈ છે અને હવે તે રાવણ દહન બાદ જ બંધ થશે. રશ્મિએ આ વર્ષે ઘણુ બધુ નષ્ટ કરવાનું છે.

 

 

અભિનેત્રીએ આગળ લખ્યું છે કે રશ્મિ સાથેની આ રેસમાં ટ્રેક પર અને બહાર દોડવા માટે તૈયાર થાઓ. આ #RashmiRocket માં તમારી જરૂર પડશે 15 ઓક્ટોબર 2021 માત્ર @zee5. ઉડાન માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે ફિલ્મમાં તાપસી સિવાય સુપ્રિયા પાઠક, અભિષેક બેનર્જી, પ્રિયાંશુ પાયુલી અને સુપ્રિયા પીલગાંવકર પણ જોવા મળશે.

 

 

આ પણ વાંચો: Big News : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મળ્યા જામીન, 19 જુલાઈથી હતા કસ્ટડીમાં

 

આ પણ વાંચો:  Sonu Sood Case : શું બિહારના બે વિદ્યાર્થીઓના ખાતામાં આવેલા 960 કરોડ રૂપિયા સાથે છે સોનુ સૂદનું કનેક્શન?