The Big Picture : આ સુપરસ્ટારને જોઈને સ્ટેજ પર રડી પડ્યો રણવીર સિંહ,જાણો શું છે કારણ

કલર્સ ટીવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શો નો એક પ્રોમો (Promo) શેર કર્યો છે, જેમાં ગોવિંદા શોમાં ધમાલ મચાવતો જોવા મળી રહ્યો છે.

The Big Picture :  આ સુપરસ્ટારને જોઈને સ્ટેજ પર રડી પડ્યો રણવીર સિંહ,જાણો શું છે કારણ
| Edited By: | Updated on: Jan 02, 2022 | 10:31 PM

The Big Picture : કલર્સ ટીવીના ક્વિઝ શો ધ બિગ પિક્ચરમાં હોસ્ટ રણવીર સિંહ (Ranveer Singh) પોતાની સ્ટાઈલથી દરેકને આકર્ષે છે. રણવીરે આ શો દ્વારા ટીવીની દુનિયામાં એન્ટ્રી (Television) કરી છે. આ શોમાં દર અઠવાડિયે સામાન્ય લોકોની સાથે સેલિબ્રિટી પણ ભાગ લે છે. આ ન્યુ યર સ્પેશિયલ એપિસોડમાં બોલિવૂડ એક્ટર ગોવિંદા (Govinda) જોવા મળશે. ગોવિંદા સ્ટેજ પર આવતાની સાથે જ રણવીર સિંહની એનર્જી બમણી થયેલી જોવા મળે છે. સ્ટેજ પર ગોવિંદાનું ભવ્ય સ્વાગત કરતા રણવીર ભાવુક પણ જોવા મળ્યો હતો.

આગામી એપિસોડમાં ગોવિંદા મચાવશે ધમાલ

તમને જણાવી દઈએ કે, કલર્સ ટીવીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પ્રોમો (Promo) વીડિયો શેર કર્યો છે જેમાં ગોવિંદા શોમાં ધમાલ મચાવતો જોવા મળી રહ્યો છે.ઉપરાંત રણવીર સિંહ તેનું સ્વાગત કરતા ઈમોશનલ જોવા મળે છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ગોવિંદાને મળ્યા બાદ રણવીર સિંહ રડી રહ્યો છે. ત્યારે ધ બિગ પિક્ચરનો (The Big Picure) આગામી એપિસોડ દર્શકો માટે ખુબ જ ખાસ રહેશે.

જુઓ પ્રોમો

કોમેડિ કિંગને જોઈને રણવીર સિંહ થયો ભાવુક

દર્શકો સમક્ષ ગોવિંદાનો પરિચય કરાવતા રણવીરે કોમેડિ કિંગને પોતાનો ભગવાન પણ કહ્યો હતો. તેણે કહ્યું કે આજે મારા ભગવાન આપણને મળવા આવી રહ્યા છે. માત્ર અને માત્ર હીરો નંબર વન ગોવિંદા. આ પછી, ગોવિંદા સ્ટેજ પર આવતાની સાથે જ રણવીર તેને પગે લાગતો જોવા મળે છે. આ સ્વાગત જોઈને ગોવિંદા ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.આ પ્રોમો જોઈને દર્શકો ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહે ગોવિંદા સાથે એક ફિલ્મમાં પણ કામ કર્યું હતું. તે ફિલ્મનું નામ હતું ‘કિલ દિલ’, તે યશ રાજના બેનર હેઠળ બનેલી ફિલ્મ હતી. રણવીર સિંહના હાલના વર્ક ફ્રન્ટની કરીએ તો તેની ફિલ્મ ’83’ સિનેમાઘરોમાં થોડા દિવસો અગાઉ રિલીઝ થઈ છે. જેમાં તેણે કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે.

આ પણ વાંચો : નવા વર્ષની ઉજવણી કરીને સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી મુંબઈ જવા રવાના, તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

Published On - 2:28 pm, Sun, 2 January 22

Follow Us