જાહેર જીવનમાં પણ ફિલ્મી લાગતા અભિનેતા રણવીર સિંહનો આજે જન્મદિવસ છે. રણવીર સિંહનો જન્મ 6 જુલાઈ 1985 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમને બાળપણથી ફિલ્મ જગતમાં જવાની ઈચ્છા હતી. અને આ ઈચ્છા પૂરી થઇ 2010 માં. ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી રણવીરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.
કોરોનાના કારણે રણવીરની ઘણી ફિલ્મોની રિલીઝમાં સમય લાગી રહ્યો છે. પરંતુ આજે ચાલો તમને જણાવીએ રણવીર સિંહની અત્યાર સુધીની ટોપ 10 ફિલ્મો કઈ કઈ છે. અને IMDb પર આ ફિલ્મો કેટલા રેન્ક પર છે.
1. ગલી બોય
રેટિંગ: 8
ગલી બોય અતિ લોકપ્રિય ફિલ્મ છે. રણવીર સિંહની ફિલ્મોમાં આ ફિલ્મ ટોપ પર આવે તો કોઈ નવાઈની વાત નથી. મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેતા એક rapper ની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. આ ફિલ્મના સોન્ગ્સ પણ ખુબ પ્રખ્યાત થયા હતા.
2. લુટેરા
રેટિંગ: 7.3
આ ફિલ્મ ઘણા લોકોની પ્રિય હશે. ઘણા તો આ ફિલ્મમાં રણવીરનું પરફોર્મન્સ અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ માને છે. ફિલ્મ ભલે બોક્સ ઓફીસ પર નિષ્ફળ નીવળી હતી પરંતુ ક્રિટીક્સ તેમજ સિનેમા લવર ફેન્સને આજે પણ આ ફિલ્મ એટલી જ પસંદ આવે છે. આ ફિલ્મનું સંગીત પણ અતિલોકપ્રિય છે.
3. બાજીરાવ મસ્તાની
રેટિંગ: 7.2
સંજય લીલા ભણસાલીએ રણવીરને બોલીવુડમાં નવી ઓળખ અપાવી એમ કહીએ તો કંઈ ખોટું નથી. ઈતિહાસ પર આધારિત આ ફિલ્મે લોકોના દિલ જીત્યા. અને આ ફિલ્મમાં દીપિકા-રણવીરની જોડી પણ ફરી જોવા મળી. રામ લીલા બાદ આ જોડીને લોકોએ ફરી વધાવી લીધી હતી. ફિલ્મ ખુબ હીટ રહી.
4. બેન્ડ બાજા બારાત
રેટિંગ: 7.2
રણવીરના ફિલ્મી જીવનની શરૂઆત આ ફિલ્મથી થઇ હતી. પહેલી જ ફિલ્મમાં રણવીરે કમાલ વિખેર્યો હતો. તેની આગવી અદા અને અભિનય કરવાની સ્ટાઈલે ફિલ્મ જગતમાં પણ સૌના મન મોહી લીધા હતા.
5. પદ્માવત
રેટિંગ: 7
આ ફિલ્મમાં રણવીરે નકારાત્મક રોલ નિભાવ્યો હતો. ફિલ્મમાં નકારાત્મક અભિનયમાં પણ રણવીરે જીવ રેડી દીધો હતો. જોકે ફિલ્મ બોક્સ ઓફીસ પર ઘણા કારણોસર નબળી રહી.
6. દિલ ધડકને દો
રેટિંગ: 6.9
ફૂલ ફેમીલી પેકેજ ફિલ્મમાં રણવીરનો અભિનય શ્રેષ્ઠ રહ્યો. ઘણાબધા નામચીન કલાકારોને લઈને ઝોયા અખ્તરે આ ફિલ્મને મોટા પડદે ચમકાવવાના સપના જોયા હતા પરંતુ તે જોઈએ તેટલા પુરા થયા નહીં. બોક્સ ઓફીસ પર આ ફિલ્મ વધુ સારું પરફોર્મ કરી શકી નહીં.
7. ગોલિયોં કિ રાસલીલા- રામ લીલા
રેટિંગ: 6.4
ભણસાલીની આ ફીમ શેક્સપિયરના નાટક પર આધારિત હતી. આ એ ફિલ્મ હતી જ્યાંથી રણવીરની ઓળખ બદલાઈ. રણવીરના ધમાકેદાર પરફોર્મન્સને લોકોએ ખુબ આવકાર આપ્યો. આજે પણ આ ફિલ્મ એટલી જ લોકપ્રિય છે.
8. લેડીઝ Vs રિકી બહેલ
રેટિંગ: 6
રણવીરની આ બીજી એવી મુવી હતી જેમાં તેણે ચોરનો રોલ કર્યો હતો. ફિલ્મ એક લવ સ્ટોરી હતી. આ ફિલ્મ રણવીરની ટોપ 10 માં 8 માં નંબરે આવે છે.
9. સિમ્બા
રેટિંગ: 5.6
રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સનો એક ભાગ હતી સિમ્બા ફિલ્મ. જોકે દર્શકોને રણવીરનો આ અવતાર એટલો પસંદ આવ્યો ન હતો.
10. બેફિકરે
રેટિંગ: 3.9
આ ફિલ્મ ખુબ ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. રણવીરની ગુંડે કરતા પણ આ ફિલ્મ વધુ નિષ્ફળ નીવળી હતી. જોકે IMDb પર ગુંડે કરતા વધુ રેટિંગ ધરાવે છે. તેમ છતાં સાવ ઓછા રેટિંગ જોઈ શકાય છે.
આ પણ વાંચો: ભારતીય સૈન્યએ બોલીવુડની ‘શેરની’ વિદ્યાના નામે રાખ્યું ફાયરિંગ રેજિમેન્ટનું નામ, જાણો વિગત
આ પણ વાંચો: Rahul Gandhiની આ વાતને લઈને તૂટી ગયો બચ્ચન અને ગાંધી પરિવારનો સંબંધ, જાણો પૂર્વ સાંસદનાં પુસ્તકનાં દાવા