New Release Date : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની નવી તારીખ જાહેર, નિર્દેશક લવ રંજને આપી માહિતી

બોલિવૂડના લોકપ્રિય નિર્દેશક લવ રંજન રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે આ ફિલ્મ લાવી રહ્યા છે. જોકે, ફિલ્મના નામ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

New Release Date : રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મની નવી તારીખ જાહેર, નિર્દેશક લવ રંજને આપી માહિતી
Shraddha kapoor and Ranbir kapoor (File Photo)
| Edited By: | Updated on: Mar 02, 2022 | 4:05 PM

New Release Date : આ ફિલ્મમાં રણબીર કપૂર (Ranbir Kapoor) અને શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) પહેલીવાર સાથે જોવા મળવાના છે. ડિરેક્ટર લવ રંજનની ફિલ્મમાં બંને એક્ટર જોવા મળશે.તમને જણાવી દઈએ કે, ફિલ્મનું શૂટિંગ ગયા વર્ષથી શરૂ થઈ ગયું છે, જોકે ફિલ્મના નામની હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. અગાઉ આ ફિલ્મ આવતા વર્ષે પ્રજાસતાક દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે ફિલ્મની નવી તારીખ સામે આવી છે. આ અંગે ખુદ લવ રંજને માહિતી આપી છે.

લવ ફિલ્મસે આ અંગે ટ્વિટ કરીને લખ્યુ કે,’લવ રંજન ની અનટાઈટલ ફિલ્મ જેમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર જોવા મળશે. આ ફિલ્મ હોળીના અવસર પર 8 માર્ચ 2023ના રોજ રિલીઝ થશે.’

તમને જણાવી દઈએ કે, રણબીર સિવાય શ્રદ્ધા, લવ અને રણબીર પણ આ ફિલ્મ દ્વારા પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. લવ રંજન વિશે તમને જણાવી દઈએ કે તેણે ‘પ્યાર કા પંચનામા’ જેવી હિટ ફિલ્મ આપી છે. તેણે ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ જેવી શાનદાર ફિલ્મોથી દર્શકોનુ ધ્યાન ખેંચ્યુ છે.

બોનીનુ એક્ટર તરીકે ડેબ્યુ

તમને જણાવી દઈએ કે, બોની કપૂર (Boney Kapoor) બોલિવૂડના મોટા પ્રોડ્યુસર છે અને હવે તેઓ આ ફિલ્મ દ્વારા એક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે. અર્જુન કપૂર અને જ્હાન્વી બાદ હવે બોની પણ ફિલ્મમાં પોતાની કમાલ બતાવશે. તેથી ચાહકો બોનીને મોટા પડદા પર જોવા માટે ઉત્સાહિત છે.

લવ રંજનનાં લગ્ન

તાજેતરમાં જ લવ રંજને આગ્રામાં લગ્ન કર્યા હતા. લગ્નમાં રણબીર કપૂર, શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ, પત્રલેખા, અર્જુન કપૂર અને કાર્તિક આર્યન જેવા ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર પણ લવને લગ્ન માટે ચાહકો સહિત સેલેબ્સે અભિનંદન આપ્યા હતા. લવના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થયા હતા.

 

આ પણ વાંચો : Entertainment News : શું ખરેખર બદલાશે દીપિકા-રિતિકની ‘ફાઇટર’ની રિલીઝ ડેટ, જાણો