Ranbir Kapoor-Alia Bhatt Marriage Updates : બોલિવૂડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) અને અભિનેત્રી આલિયા ભટ્ટના(Actress Alia Bhatt) લગ્નને લઈને ઈન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, ગઈકાલે આ સમાચારને મહોર મળી ગઈ હતી.આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 14 એપ્રિલે લગ્નના (Ranbir Alia Wedding)બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રણબીર કપૂરની જાન આજે કૃષ્ણા રાજ હાઉસથી તેના બીજા ઘર વાસ્તુ પહોંચશે, જ્યાં ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્નમાં માત્ર પરિવાર અને કેટલાક નજીકના મિત્રો જ હાજરી આપશે.
TV9 ભારત વર્ષ ભારતની અત્યાર સુધીની સૌથી મોટી વૈશ્વિક સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. કોન્ફરન્સમાં 20 કીનોટ્સ, 30 સેશન, 75 સ્પીકર અને 20 થીમ હશે. સમિટના પ્રથમ દિવસે એટલે કે 17 જૂન 2022ના રોજ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ વૈશ્વિક વક્તા તરીકે ભાગ લેશે. તેમની સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અબ્દુલ્લા શહીદ આ વૈશ્વિક સમિટમાં વક્તા તરીકે હાજર રહેશે.
Neetu Kapoor & Riddhima Kapoor Sahani
કરીના કપૂર સૈફ અલી ખાન સાથે લગ્નમાં હાજરી આપવા માટે પોતાના ઘરેથી નીકળ્યા છે. તેણે લાઇટ બેબી પિંક કલરની સાડી પહેરી છે.
આલિયાની નાની બહેન શાહીન ભટ્ટ પણ લગ્નમાં પહોંચી છે. બપોરે 3.30 કલાકે ફેરા યોજાનાર છે.
Soni Razdan
આલિયા ભટ્ટના ઘરની બહારથી એક બસ નીકળી છે. જેમાં તેનો ભાઈ રાહુલ ભટ્ટ પણ બેઠેલો જોવા મળી રહ્યો છે.
રિદ્ધિમા કપૂરનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. તેણે તેના કેપ્શનમાં લખ્યું છે કે મારા ભાઈના લગ્ન. તેણે મનીષ મલ્હોત્રાના આઉટફિટ પહેર્યા છે.
અભિનેત્રી અનુષ્કા રંજન આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે. તે રણબીર અને તેની સાથે વેકેશન પર પણ જતી રહી છે.
જાન કાઢવાની મંજુરી ન મળવાના કારણે હવે બપોરે 2 થી 5 વાગ્યા વચ્ચે આલિયા-રણબીર સાત ફેરા લેશે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે રણબીર-આલિયા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને મુંબઈના તાજ કોલાબામાં રિસેપ્શન આપવાના છે, પરંતુ હવે મીડિયામાં એવા અહેવાલ આવી રહ્યા છે કે આ સમારોહનું સ્થળ પણ બદલવામાં આવ્યું છે. હવે રિસેપ્શન રણબીર કપૂરના ઘરે વાસ્તુમાં જ યોજાશે.
રણબીર કપૂરના કાકા રણધીર કપૂર પણ આજે તેમના અને આલિયા ભટ્ટના લગ્નમાં હાજરી આપશે. રિપોર્ટ અનુસાર, રણધીર કપૂર કોઈ કારણસર બુધવારે રણબીર અને આલિયાની મહેંદી સેરેમનીમાં સામેલ થઈ શક્યા નહોતા.
જ્યારે નીતુ કપૂરે લગ્નની તારીખ જાહેર કરી, તે પહેલા તેણે પોતાની ભાવિ વહુના ખૂબ વખાણ કર્યા. નીતુ કપૂરે કહ્યું, હવે હું તેના વિશે શું કહું, તે બેસ્ટ છે. તો બીજી તરફ રિદ્ધિમાએ પણ આલિયા ભટ્ટ વિશે કહ્યું કે ,આલિયા ખૂબ જ ક્યૂટ છે, એકદમ ઢીંગલી ….
અહેવાલો અનુસાર, રણબીર-આલિયા લગ્ન પછી તેમના 15 માળના નવા ઘરમાં શિફ્ટ થશે. જો કે, તે બિલ્ડીંગ હવે નિર્માણાધીન છે. પરંતુ પહેલા બે માળ તૈયાર છે. હવે સમાચાર છે કે રણબીર-આલિયા અને નીતુ કપૂર હવે આ ઘરમાં રહેશે.
રણબીર કપૂરનુ તેની બહેન રિદ્ધિમા સાહની સાથે ખૂબ જ ખાસ બોન્ડ છે. ભાઈના આ બિગ ડે પર રિદ્ધિમા સાહનીએ તેના હાથ પર મહેંદી પણ લગાવી છે. જેની તસવીર તેણે તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.
જો કે રણબીર અને આલિયાની મહેંદી સેરેમનીમાં ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા ન હતા, પરંતુ કપૂર પરિવારે આ સાંજને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. અહેવાલ મુજબ, મહેંદી સમારોહને સંગીતમય બનાવવા ગાયક પ્રતીક કુહડને બોલાવવામાં આવ્યો હતો, જેણે પોતાના પરફોર્મન્સથી રણબીર અને આલિયાની મહેંદી સેરેમનીમાં ચાર ચાંદ ઉમેર્યા હતા.
નીતુ કપૂરે ગઈ કાલે તેના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. આ ફોટો તેની અને ઋષિ કપૂરની સગાઈનો હતો. નીતુ અને ઋષિ કપૂરે 13 એપ્રિલે જ સગાઈ કરી હતી અને તે જ દિવસે તેમના પુત્ર રણબીર કપૂરના લગ્નની વિધિઓ પણ શરૂ થઈ હતી. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મહેંદી સેરેમનીના અવસર પર નીતુની આંખો ભીની થઈ ગઈ હતી. પુત્રની ખુશી જોઈને નીતુને ઋષિ કપૂર સાથેની સગાઈનો દિવસ યાદ આવી ગયો.
આલિયા ભટ્ટની માતા સોની રાજદાન તેને બીજી વખત વિદાય આપવાની તૈયારી કરી રહી છે. જી હા, આ વાત સાચી છે… પણ ફરક એટલો જ છે કે સોનીએ એક વખત રીલ લાઈફમાં તેની વહાલી દીકરીને વિદાય આપી હતી અને હવે તે તેને રિયલ લાઈફમાં વિદાય આપવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ‘રાઝી’માં સોનીએ આલિયાની માતાની ભૂમિકા ભજવી હતી અને તેણે આ ફિલ્મમાં પણ પોતાની લાડલી દીકરીને વિદાય આપી હતી.
સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ માઈકી કોન્ટ્રેક્ટર આલિયા ભટ્ટના બિગ ડેને વધુ ખાસ બનાવશે. રિપોર્ટ્સ અનુસાર આલિયાનો બ્રાઈડલ મેકઅપ માઈકી કરશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ સવારે 11 વાગ્યેથી શરૂ થશે. મીડિયાના અહેવાલો અનુસાર,પાઘડીની વિધિ બાદ જાન નીકળવાની તૈયારીઓ કરવામાં આવશે.
આ લગ્નમાં અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. શ્વેતા રણબીરના દાદા રાજ કપૂરની બહેન રિતુ નંદાની વહુ છે. શ્વેતા પણ દીકરી નવ્યા સાથે મહેંદી સેરેમનીમાં પહોંચી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન માટે માત્ર 25 થી 30 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજરી આપશે.
નીતુ કપૂરે મહેંદી સેરેમની બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન વિશે પાપારાઝી સાથે કેટલીક વાતો શેર કરી હતી, જેમાં તેણે વેન્યુ પર લગ્નની તારીખ વિશે જણાવ્યું હતું. નીતુ કપૂરે આલિયા વિશે વાત કરતાં કહ્યું કે હું તેના વિશે શું કહું, તે ખૂબ સારી છે. ત્યારે તેની પુત્રી રિદ્ધિમા હસતાં હસતાં કહે છે, તે ખૂબ જ સુંદર છે. આ પછી જ્યારે પાપારાઝીએ લગ્નની તારીખ અને સ્થળ વિશે પૂછ્યું તો નીતુ કપૂરે કહ્યું કે આ લગ્ન આવતીકાલે એટલે કે 14 એપ્રિલે વાસ્તુમાં થશે.
Published On - 7:29 am, Thu, 14 April 22