RRR BO Collection Day 3 : ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલી હંમેશા દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે. ‘બાહુબલી’ જેવી શાનદાર ફિલ્મ આપ્યા બાદ રાજામૌલીએ ફિલ્મ ‘RRR’ દ્વારા સાબિત કરી દીધું છે કે, દિગ્દર્શનની બાબતમાં તેમની સાથે કોઈ સ્પર્ધા કરી શકે તેમ નથી. દક્ષિણ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ (Superstar Ram Charan) અને જુનિયર એનટીઆર (Junior NTR)ની ફિલ્મ ‘RRR’ને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મમાં ઈમોશન ખૂબ છે અને એક્શન પણ છે.
રામ ચરણ અને જુનિયર એનટીઆરના એક્શનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ફિલ્મને રિલીઝ થયાને માત્ર ત્રણ દિવસ થયા છે અને ફિલ્મે કમાણીના મામલામાં 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે હિન્દી બેલ્ટમાં પણ સારી કમાણી કરી છે. ત્રીજા દિવસે એટલે કે રવિવારે ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો રાજામૌલીની આ ફિલ્મે હિન્દી વર્ઝનમાં લગભગ 30 કરોડનો બિઝનેસ કર્યો છે. શુક્રવારે શાનદાર કલેક્શન બાદ ફિલ્મે શનિવારે લગભગ 24 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મના અત્યાર સુધીના કુલ કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે ત્રણ દિવસમાં 73 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મે શરૂઆતના દિવસે તેલુગુમાં લગભગ 120 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. વર્લ્ડવાઈડની વાત કરીએ તો, ફિલ્મે શરૂઆતના દિવસે જ 200 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો હતો. ફિલ્મ મેકર્સને આશા છે કે આ અઠવાડિયે જ આ ફિલ્મ રૂ. 500 કરોડનો આંકડો પાર કરી જશે. અત્યારે તો જોઈએ કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધુ કેટલી કમાણી કરી શકે છે.
ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ ઉપરાંત આલિયા ભટ્ટ અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં છે. અજય દેવગન અને આલિયા ભટ્ટની આ પહેલી દક્ષિણ ભારતીય ફિલ્મ છે. બંનેએ આ ફિલ્મ દ્વારા તેલુગુમાં ડેબ્યુ કર્યું હતું. જોકે, અજય દેવગણ ફિલ્મમાં માત્ર એક કેમિયો હતો.
આ પણ વાંચો : Punjab : પંજાબની ભગવંત માન સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં ઘરે-ઘરે પહોંચશે રાશન