અભિનેત્રી રકુલપ્રીત સિંહની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ

|

Nov 20, 2021 | 5:48 PM

આ આગમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ઘરને કોઈ નુકસાન થયું નથી. જો કે ભીષણ આગને પગલે થોડીવારમાં જ બિલ્ડિંગનો 12 મો માળ બળીને રાખ થયો હતો.

અભિનેત્રી રકુલપ્રીત સિંહની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ
Rakul Preet Singh

Follow us on

Rakul Preet Singh: મુંબઈમાં બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહનું ઘર જ્યાં આવેલું છે તે બિલ્ડિંગમાં શનિવારે આગ લાગી હતી. આગ બિલ્ડિંગના 12મા માળે લાગી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જો કે હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

 

માહિતી અનુસાર શનિવારે સવારે રકુલ પ્રીત સિંહ જ્યાં રહે છે તે બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ભીષણ આગની જ્વાળાઓ ઘણી ઉંચાઈ સુધી ફેલાઈ ગઈ હતી. જેને કારણે થોડી જ વારમાં જ બિલ્ડિંગનો 12મો માળ બળીને રાખ થઈ ગયો.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

 

આગની જાણ થતાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

આગની માહિતી મળતાની સાથે જ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ સાથે કેટલીક એમ્બ્યુલન્સ પણ મોકલવામાં આવી હતી, જેથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી શકાય. ભીષણ આગને પગલે થોડીવારમાં બિલ્ડિંગનો 12મો માળ બળીને રાખ થઈ ગયો હતો.

 

રકુલ પ્રીત સિંહના ઘરને કોઈ નુકસાન થયું નથી

જો કે આ આગમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહના (Rakul Preet Singh) ઘરને કોઈ નુકસાન થયું નથી. 12મા માળ સિવાય અન્ય કોઈ માળને આગથી નુકસાન પહોંચ્યુ નથી. સાથે કોઈ જાનહાનિના અહેવાલ પણ સામે આવ્યા નથી.

 

રકુલ પ્રીત સિંહ બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. રકુલે હિન્દી ઉપરાંત તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં તેની આગામી ફિલ્મ ‘છત્રીવાલી’નું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં તે એકદમ અલગ અંદાજમાં જોવા મળશે. આ સિવાય તેની બીજી ફિલ્મ ‘ડૉક્ટરજી’ પણ ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે.

 

આ પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની આ એક્ટ્રેસ જલ્દી જ બંધાશે લગ્નના બંધનમાં

 

આ પણ વાંચો: Tusshar Kapoor Birthday : તુષાર કપૂરે કરીના કપૂર સાથે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, જાણો આજકાલ શું કરે છે એક્ટર

Next Article