Tusshar Kapoor Birthday : તુષાર કપૂરે કરીના કપૂર સાથે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, જાણો આજકાલ શું કરે છે એક્ટર

બોલિવૂડ એક્ટર તુષાર કપૂર (Tusshar Kapoor) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જન્મદિવસ પર અમે તમને તુષાર કપૂર વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

Tusshar Kapoor Birthday : તુષાર કપૂરે કરીના કપૂર સાથે બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી, જાણો આજકાલ શું કરે છે એક્ટર
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2021 | 8:57 AM

બોલિવૂડ (Bollywood ) એક્ટર તુષાર કપૂર ( tusshar kapoor) આજે પોતાનો 46મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તેણે વર્ષ 2001માં પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તે લીડ તરીકે પોતાની અલગ ઓળખ બનાવવામાં સફળ થઈ શક્યો નહીં. આજે તુષારના જન્મદિવસ પર અમે તમને તેના વિશે કેટલીક ખાસ વાતો જણાવીએ.

તુષારે પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ મુઝે કુછ કહેના હૈથી કરી હતી. આ ફિલ્મમાં તુષાર સાથે કરીના કપૂર લીડ રોલમાં જોવા મળી હતી. તુષારની પહેલી ફિલ્મ હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ માટે તુષારને ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જે બાદ તુષાર ખાકીમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સાથે જોવા મળ્યો હતો.ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. આ પછી તુષાર ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.પરંતુ તે ફિલ્મ હિટ સાબિત થઇ ના હતી.

એડલ્ટ કોમેડીમાં કર્યું ડેબ્યુ ત્યારબાદ તુષારે કોમેડી ફિલ્મોમાં કામ કર્યું. તુષારે રિતેશ દેશમુખ સાથે વર્ષ 2005માં આવેલી ફિલ્મ ક્યા કૂલ હૈ હમમાં કામ કર્યું હતું. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. જે બાદ તે રોહિત શેટ્ટીની ફિલ્મ ગોલમાલમાં જોવા મળ્યો હતો. જે બાદ તે ફરી એકવાર લાઈમ લાઈટમાં આવ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી તુષારે વર્ષ 2007માં એક પાત્ર ભજવ્યું હતું જેના માટે તેના ખૂબ વખાણ થયા હતા. શૂટઆઉટ એટ લોખડવાલા ફિલ્મમાં તુષારે ગેંગસ્ટરની ભૂમિકા ભજવી હતી. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જે બાદ તે ફરી એકવાર શૂટઆઉટ એટ વડાલામાં ગેંગસ્ટરના રોલમાં જોવા મળ્યો હતો.

લાંબા સમય સુધી રહ્યો હતો દૂર  તુષારે થોડો સમય અંતર બનાવી લીધું હતું. તે ઘણા વર્ષો સુધી મોટા પડદાથી દૂર હતો. ત્યારબાદ તે 2017માં ગોલમાલ અગેઈનમાં લકીની ભૂમિકામાં જોવા મળ્યો હતો. તે પછી તે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં આંખ મારે ગીતમાં જોવા મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે તુષારે આ વર્ષે પરત ફરવાની જાહેરાત કરી છે. તે નસીરુદ્દીન શાહ સાથે મારીછ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનયની સાથે તુષાર તેને પ્રોડ્યુસ પણ કરશે.

આ  પણ વાંચો : Happy birthday Shilpa Shirodkar : 90 દાયકાની બ્યુટીફૂલ એક્ટ્રેસ શિલ્પા શિરોડકર ક્રિક્રેટર સચિન તેંડુલકર સાથેના સંબંધને લઈને આવી હતી ચર્ચામાં

આ પણ વાંચો : Earthquake: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.6ની તીવ્રતા

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">