Breaking News: 41 વર્ષની ઉંમરે Rajkummar Rao બન્યો પિતા, પત્ની પત્રલેખાએ આપ્યો બાળકીને જન્મ
બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ પિતા બન્યા છે. તેમની પત્ની પત્રલેખાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેતાએ ચાહકો સાથે આ ખાસ સમાચાર શેર કર્યા, અને અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.

બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાંથી એક સારા સમાચાર આવ્યા છે. બોલિવુડ એક્ટર રાજકુમાર રાવ પિતા બન્યા છે. તેમની પત્ની પત્રલેખાએ એક બાળકીને જન્મ આપ્યો છે. અભિનેતાએ ચાહકો સાથે આ ખાસ સમાચાર શેર કર્યા, અને અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. નોંધનીય છે કે, 15 નવેમ્બર, 2025 એ રાજકુમાર રાવ અને પત્રલેખાના લગ્નનના ચાર વર્ષ પુરા થયા છે અને તેમની એનીવર્સરી પર જ બાળકીનો જન્મ થયો છે. બાળકીના આગમનથી અભિનેતાની ખુશી બમણી થઈ ગઈ છે.
રાજકુમારના ઘરે દિકરીનો જન્મ
ઇન્સ્ટાગ્રામ પર આ ખુશખબર શેર કરતા અભિનેતાએ લખ્યું, “અમારી ચોથી મેરેજ એનિવર્સરી પર, ભગવાને અમને અત્યાર સુધીનો સૌથી મોટો આશીર્વાદ આપ્યો છે.” અભિનેતાએ 15 નવેમ્બર, 2021 ના રોજ પત્રલેખા સાથે લગ્ન કર્યા. બંનેએ 2014 ની ફિલ્મ સિટી લાઇટ્સમાં સાથે કામ કર્યું હતું. ફિલ્મમાં તેમના બંનેના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી, અને પછીથી બંને નજીક આવ્યા હતા.
View this post on Instagram
રાજકુમાર રાવે પોસ્ટ દ્વારા આ ખુશખબર શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે “અમારા આનંદનો કોઈ પાર નથી. ભગવાને અમને એક બાળકીનો આશીર્વાદ આપ્યો છે.
ધન્ય માતાપિતા, રાજકુમાર રાવ અને પત્રલેખા.” અભિનેતાની પોસ્ટ પર ચાહકો તરફથી અસંખ્ય પ્રતિક્રિયાઓ મળી છે, જેમાં દરેક વ્યક્તિએ તેમને અભિનંદન આપ્યા છે. અભિનેતા વિકી કૌશલે ટિપ્પણી કરી, “ભાઈ, ભગવાન તમને આશીર્વાદ આપે.” મિસિંગ લેડીઝ અભિનેત્રી નિતાંશી ગોયલે લખ્યું, “બેસ્ટ ન્યૂઝ , ખૂબ ખૂબ અભિનંદન.” અન્ય એક વ્યક્તિએ લખ્યું, “રાજકુમાર અને પત્રલેખા બંનેને અભિનંદન.” વધુમાં, રાજકુમાર રાવ અને પત્રલેખાને આ ખાસ પ્રસંગે ચારે બાજુથી પ્રેમ અને શુભેચ્છાઓ મળી રહી છે.
રાજકુમાર રાવ 41 વર્ષની ઉંમરે પિતા બન્યા?
રાજકુમાર રાવ 41 વર્ષની ઉંમરે પિતા બન્યા, અને તેઓ 15 વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરી રહ્યા છે. આ સમય દરમિયાન, અભિનેતાએ વિવિધ ભૂમિકાઓ ભજવી છે. તેમની છેલ્લી ફિલ્મ, મલિકમાં અભિનેતાએ સંપૂર્ણપણે અલગ ભૂમિકા ભજવી હતી, પરંતુ ફિલ્મને સકારાત્મક પ્રતિસાદ મળ્યો ન હતો.
