Big News : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મળ્યા જામીન, 19 જુલાઈથી હતા કસ્ટડીમાં

|

Sep 20, 2021 | 6:23 PM

તમને જણાવી દઈએ કે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પોર્નગ્રાફી કેસમાં રાજ કુન્દ્રા સહિત ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

Big News : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મળ્યા જામીન, 19 જુલાઈથી હતા કસ્ટડીમાં
Raj Kundra (File Photo)

Follow us on

Big News : અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં રાહત મળી છે. મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે પોર્નોગ્રાફી કેસમાં રાજ  કુન્દ્રાના જામીન મંજુર કર્યા છે. તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રા છેલ્લા બે મહિનાથી જેલમાં હતા.

મુંબઈ પોલીસે રાજ કુન્દ્રા વિરુધ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી

મશહુર અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) લાંબા સમયથી જેલમાં હતા. રાજ કુન્દ્રા અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેમને એપ પર રજૂ કરવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસે (Mumbai police) તેમના વિરુધ્ધ ચાર્જશીટ પણ દાખલ કરી હતી. પરંતુ હવે આખરે રાજ કુન્દ્રાને મુંબઈ કોર્ટ તરફથી રાહત મળી છે.

રાજને કુન્દ્રાને મળ્યા જામીન

તમને જણાવી દઈએ કે રાજ કુન્દ્રાની 19 જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે (Mumbai Crime Branch) ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં હતો અને સતત કોર્ટમાં જામીન માટે અરજી કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં લાંબા સમય બાદ તેમને જામીન મળી ગયા છે. મુંબઈ મેજિસ્ટ્રેટ કોર્ટે (Magistrate Court)દ્વારા રાજ કુન્દ્રાના જામીન  મંજુર કરવામાં આવ્યા છે.

રાજને લઈને થયો હતો આ ખુલાસો

તાજેતરમાં જ ખુલાસો થયો હતો કે, હોટશોટ એપ આર્મસ્પ્રિમ લિમિટેડ (Armsprim Ltd.)દ્વારા સ્થાપવામાં આવી હતી, જેમાં રાજકુંદ્રા અને સૌરભ કુશવાહા ડિરેક્ટર હતા. 35 ટકા આ કંપનીનો હિસ્સો ધરાવતા કુશવાહાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, વીડિયો અપલોડ કરવા સહિત એપનું નિયંત્રણ રાજ કુન્દ્રાના હાથમાં હતું.એટલું જ નહીં, કુશવાહાએ જણાવ્યુ હતુ કે, હોટશોટ એપ યુકે સ્થિત કેનરીન લિમિટેડને વેચવામાં આવી હતી અને તેના એક દિવસ પહેલા જ રાજકુન્દ્રાએ આર્મપ્રાઇમ ડિરેક્ટર તરીકેનું પદ છોડ્યું હતું.

 

આ પણ વાંચો: Sonu Sood Case : શું બિહારના બે વિદ્યાર્થીઓના ખાતામાં આવેલા 960 કરોડ રૂપિયા સાથે છે સોનુ સૂદનું કનેક્શન?

આ પણ વાંચો: OMG: સાઉથના સુપરસ્ટાર વિજયે પોતાના મા-બાપ સામે નોંધાવ્યો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

Published On - 5:46 pm, Mon, 20 September 21

Next Article