R Madhvanના પુત્ર વેદાંતે સ્વિમિંગમાં જીત્યા 7 નેશનલ એવોર્ડ, અભિષેક સિંઘવીએ કર્યા વખાણ

માધવનના પુત્ર વેદાંતે 7 મેડલ જીત્યા બાદ રાજ્યસભાના સભ્ય અભિષેક મનુ સિંઘવીએ તેના વખાણ કર્યા છે. તેમણે વેદાંતના વખાણ કરતા ટ્વિટ કર્યું છે.

R Madhvanના પુત્ર વેદાંતે સ્વિમિંગમાં જીત્યા 7 નેશનલ એવોર્ડ, અભિષેક સિંઘવીએ કર્યા વખાણ
Vedant Madhvan, R Madhvan
| Edited By: | Updated on: Oct 25, 2021 | 7:40 PM

બોલિવૂડ એક્ટર આર માધવન (R Madhvan)નો પુત્ર વેદાંત માધવન (Vedant Madhvan) એક સારો સ્વિમર છે. વેદાંતે ફરી એકવાર પોતાના કામથી પરિવાર સાથે દેશનું નામ રોશન કર્યું છે. વેદાંતે સ્વિમિંગમાં 7 નેશનલ એવોર્ડ જીત્યા છે. વેદાંતે તાજેતરમાં યોજાયેલી 47મી જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં 7 મેડલ જીત્યા છે. આ ચેમ્પિયનશિપ બેંગ્લોરમાં યોજાઈ હતી. વેદાંતે આ ચેમ્પિયનશિપમાં ચાર સિલ્વર મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

 

અભિષેક સિંઘવીએ કર્યા હતા વખાણ

માધવનના પુત્ર વેદાંતે 7 મેડલ જીત્યા બાદ રાજ્યસભાના સભ્ય અભિષેક મનુ સિંઘવી (Abhishek Singhvi)એ તેના વખાણ કર્યા છે. વેદાંતના વખાણ કરતાં તેમણે ટ્વીટ કર્યું – ગુડ જોબ વેદાંત. અમને તમારા અને તમારા ઉછેર પર ગર્વ છે.

 

તમને જણાવી દઈએ કે ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ થયા બાદ તેની અને માધવનના પુત્રની સરખામણી કરવામાં આવી રહી હતી. જ્યારે 16 વર્ષીય વેદાંત દેશ માટે મેડલ જીતી રહ્યો છે, ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં આર્યનની જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી છે. હવે આર્યનના વકીલો હાઈકોર્ટમાં અપીલ કરવા જઈ રહ્યા છે.

 

દેશ માટે જીત્યો હતો મેડલ

આ વર્ષે માર્ચમાં વેદાંતે બ્રોન્ઝ મેડલ જીતીને તેના પિતાને ગૌરવ અપાવ્યું હતું. વેદાંતે લાતવિયન ઓપન સ્વિમિંગ ચેમ્પિયન ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. જેની જાણકારી ખુદ માધવને સોશિયલ મીડિયા પર આપી હતી. તેમણે આ ઈવેન્ટની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

 

પુત્રના જન્મદિવસ પર કર્યું હતું પોસ્ટ

માધવને પુત્ર વેદાંતના જન્મદિવસ પર એક ખાસ સંદેશ શેર કર્યો હતો. તેમણે લખ્યું – હું જે બાબતોમાં સારો છું તેમાં મને પાછળ છોડવા બદલ આભાર. મને ઈર્ષ્યા અનુભવવા બદલ અને ગર્વથી મારી છાતી પહોળી કરવા બદલ આભાર. હું તમારી પાસેથી ઘણું શીખીશ. 16માં જન્મદિવસની શુભેચ્છા. હું આશા રાખું છું કે તમે વિશ્વના શ્રેષ્ઠ વ્યક્તિ બનશો. હું એક નસીબદાર પિતા છું.

 

 

આ પણ વાંચો :- સુપરસ્ટાર Rajinikanthને મળ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યાદ કરી કંડક્ટરથી એક્ટર બનવા સુધીની સફર

 

આ પણ વાંચો :- એક ઈવેન્ટ દરમિયાન અભિનેત્રી Shraddha Kapoorની હોટ સ્ટાઈલે બનાવી હેડલાઈન્સ, જુઓ અભિનેત્રીની તસ્વીરો