આર. માધવનના પુત્ર વેદાંતે ઓપન ડેનિશ સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, સેલેબ્સે અભિનંદન પાઠવ્યા

|

Apr 18, 2022 | 6:51 AM

આર માધવનના વર્ક ફ્રન્ટ પર જોઈએ તો, અભિનેતા આગામી 'રોકેટરી: ધ નામ્બી ઇફેક્ટ' માં જોવા મળશે, જે ભૂતપૂર્વ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)ના વૈજ્ઞાનિક નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે.

આર. માધવનના પુત્ર વેદાંતે ઓપન ડેનિશ સ્વિમિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
R Madhvan & Vedaant Madhvan (File Photo)

Follow us on

આર માધવન (R.Madhvan) આજકાલ ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ તેનો પુત્ર વેદાંત માધવન (Vedaant Madhvan) હવે એક એવું નામ બની ગયો છે કે જેના અભિનયની આખી ફિલ્મી દુનિયામાં ગણગણાટ છે. મતલબ કે આર. માધવનના પુત્ર વેદાંત માધવને કોપનહેગનમાં તાજેતરમાં યોજાયેલી સ્પર્ધામાં સ્વિમિંગમાં સિલ્વર મેડલ (Silver Medal) જીત્યો હતો. પિતા આર માધવન પોતાના પુત્રના આ પરાક્રમ પર ગર્વ અનુભવી રહ્યા છે. આ સિવાય બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ તેને આ સફળતા માટે અભિનંદન આપી રહી છે. આર માધવને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના પુત્રનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેને મેડલ આપવામાં આવી રહ્યો છે.

આર માધવન એક ગૌરવપૂર્ણ પિતા તરીકે ઉભરી આવ્યા છે કારણ કે તેમના પુત્ર વેદાંતે ડેનિશ ઓપન 2022માં સ્વિમિંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. વેદાંતે 1500 મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ ઈવેન્ટમાં મેડલ જીત્યો અને માત્ર 15:57:86માં આ જીત મેળવી હતી. સિલ્વર મેડલ માટે વેદાંતના નામની જાહેરાત થતાં જ માધવને તેના ઈન્સ્ટાગ્રામ પર એક ક્લિપ શેર કરી હતી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વેદાંત માધવને ડેનિશ ઓપન 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો

અભિનેતાએ તેના પુત્ર વિશે તેના Instagram એકાઉન્ટ પર એક નોંધ લખી અને કહ્યું, “@vedaantmadhavan કોપનહેગનમાં ડેનિશ ઓપનમાં ભારત માટે સિલ્વર જીત્યો અને દેશને ગૌરવ અપાવ્યું. પ્રદીપ સર, #swimmingfederationofindia, અને #ansadxb તમારા બધા પ્રયત્નો માટે આભાર. અમને ખૂબ ગર્વ છે. નમ્રતા શિરોડકર અને દર્શન કુમારે ઇમોજીના રૂપમાં તાળીઓ પાડીને, ઘણા સેલેબ્સે યુવા વિજેતાને અભિનંદન પાઠવ્યા. શિલ્પા શેટ્ટીએ લખ્યું કે, “ઓહ વાહ વાહ. અભિનંદન.”

વેદાંત રમતગમતમાં ઉત્કૃષ્ટ છે અને તેણે આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. ગોલ્ડથી લઈને બ્રોન્ઝ સુધી, યુવા ચેમ્પિયન વિશ્વના ઘણા ભાગોમાં ઘણા એવોર્ડ જીતી ચૂક્યા છે.

આર માધવન ‘રોકેટરીઃ ધ નામ્બી ઈફેક્ટ’માં કામ કરશે

આર માધવનના વર્ક ફ્રન્ટ પર, અભિનેતા આગામી ‘રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ’ માં જોવા મળશે, જે ભૂતપૂર્વ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના વૈજ્ઞાનિક નામ્બી નારાયણનના જીવન પર આધારિત છે. જે તેણે લખ્યું છે અને તેને પ્રોડ્યુસ પણ કરી રહ્યો છે. આ ફિલ્મ માધવનની દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ ફિલ્મ હશે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ હિન્દી અને અંગ્રેજી વર્ઝન માટે કેમિયો રોલમાં જોવા મળશે, જ્યારે સુર્યા તમિલ વર્ઝનમાં જોવા મળશે. રોકેટ્રી: ધ નામ્બી ઈફેક્ટ આગામી તા. 01/07/2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. આર માધવનને આ ફિલ્મ પાસેથી અત્યારે ઘણી અપેક્ષાઓ છે.

 

આ પણ વાંચો – જુબિન નૌતિયાલે ડેટિંગની અફવાઓનું ખંડન કર્યું, કહ્યું- ‘નિકિતા મારી ખૂબ જ પ્રિય…’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

 

Next Article