‘Gangubai Kathiawadi’ નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી

|

May 16, 2021 | 4:18 PM

ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ 3 દિવસનું જ બાકી છે. આ એક બેકગ્રાઉન્ડ ગીત છે જે આલિયા ભટ્ટ પર ફિલ્માવાનું છે.

Gangubai Kathiawadi નાં નિર્માતાઓને રોજનું 3 લાખનું થઈ રહ્યું છે નુકસાન, હજુ આટલા દિવસોની શૂટિંગ છે બાકી
Alia Bhatt (Gangubai Kathiawadi)

Follow us on

આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીના ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જ્યારથી ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ચાહકોને ફિલ્મની રાહ જોવાતી નથી. પરંતુ આલિયાની ફિલ્મને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે, જેના કારણે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું નથી. આલિયા ભટ્ટ અગાઉ કોરોના પોઝિટિવ બની હતી અને હવે કોરોનાની બીજી લહેરને કારણે ફિલ્મનું શૂટિંગ બંધ રહ્યું છે.

અહેવાલો મુજબ આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ 3 દિવસનું જ બાકી છે. આ એક બેકગ્રાઉન્ડ ગીત છે જે આલિયા ભટ્ટ પર ફિલ્માવાનું છે. ફિલ્મમાં આલિયા વિના લિપ્સિંકનાં ગીતો પણ છે જેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. સંજય લીલા ભણશાળી ફિલ્મનું શૂટિંગ સમાપ્ત કરવામાં રોકાયેલા હતા પરંતુ શૂટિંગ રોકવામાં આવ્યું છે. જ્યા સુધી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફિલ્મ સિટીમાં આ વિશાળ સેટ લગાવેલો રહેશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

3 લાખનું રોજનું થઈ રહ્યું છે નુકસાન

અહેવાલો અનુસાર, સહ નિર્માતા સંજય લીલા ભણશાળી અને જયંતિલાલ ગઢાનું રોજનું 3 લાખ રુપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જ્યા સુધી તે ફિલ્મનું સેટ ન હટાવે. નિર્માતાઓ ફરીથી શૂટિંગ કરવાનું જોખમ નથી લઈ રહ્યા. લોકડાઉન સમાપ્ત થયા પછી તરત જ ભણશાળીએ શૂટિંગ શરૂ કરવાની ના પાડી દીધી હતી. તેમનું કહેવું છે કે જ્યા સુધી કોરોનાની બીજી લહેર પૂરી ન થાય ત્યાં સુધી તે 3 દિવસનું શૂટિંગ શરૂ કરશે નહીં.

વિવાદનો ભાગ બની ગઈ છે ફિલ્મ

સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી તેની રિલીઝ પહેલા જ વિવાદનો ભાગ બની ચૂકી છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારથી તે અનેક વિવાદોનો ભોગ બની ચુકી છે. ટીઝર રિલીઝ થયા બાદ લોકોએ કહ્યું કે ફિલ્મ દ્વારા કમાઠીપુરાના 200 વર્ષ જુના ઇતિહાસને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે તે અપમાનજનક, શર્મજનક છે અને કમાઠીપુરાના રહેવાસીઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.

ફિલ્મની વાત કરવામાં આવે તો તેમાં અજય દેવગન પણ જોવા મળશે. તે ગેસ્ટ અપીરિયંસની ભૂમિકામાં જોવા મળશે. અજયે તેમનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ ફિલ્મ 30 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની છે. હવે બહાર આવતા અહેવાલો અનુસાર, આલિયાની ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ થઈ શકે છે, જોકે મેકર્સએ હજી સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

Next Article