દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ઘરે ગુંજી ઉઠી કિલકારી, સેરોગેસીથી થયો બાળકનો જન્મ, સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી

પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસના (Nick Jonas) લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા. આ લગ્નમાં દુનિયાભરના ઘણા જાણીતા લોકો સામેલ થયા હતા.

દેશી ગર્લ પ્રિયંકા ચોપરાના ઘરે ગુંજી ઉઠી કિલકારી, સેરોગેસીથી થયો બાળકનો જન્મ, સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી
Priyanka Chopra and Nick Jonas ( File photo)
| Edited By: | Updated on: Jan 22, 2022 | 11:43 AM

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને નિક જોનાસના (Nick Jonas) લગ્નને બે વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ બંનેએ બાળક વિશે કોઈ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી ન હતી અને ન તો કોઈને ખબર હતી કે પ્રિયંકા અને નિક બાળક માટે પ્લાન કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ ખબર પડી છે કે નિક જોનાસ અને પ્રિયંકા ચોપરા એક બાળકના માતા-પિતા બની ગયા છે. વાસ્તવમાં, બંને સેરોગેસીથી માતા-બન્યા છે. જેની જાણકારી નિક જોનાસ અને પ્રિયંકા ચોપરાએ તેમના ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે.

નિક અને પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હવે પેરેન્ટ્સ બની ગયા છે. બંનેએ સરોગસી દ્વારા બાળકનું સ્વાગત કર્યું છે. કપલે શનિવારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના ફેન્સ અને ફોલોઅર્સને આ સારા સમાચાર શેર કર્યા. તેણે લખ્યું કે, ‘અમે એ વાતની પુષ્ટિ કરતા ખૂબ જ ખુશ છીએ કે અમે સરોગસી દ્વારા એક બાળકનું સ્વાગત કર્યું છે. અમે આ ખાસ સમય દરમિયાન સમ્માનપૂર્વક આ સ્પેશિયલ ટાઈમદરમિયાન પ્રાઈવર્સી રાખવા માંગીએ છીએ કારણ કે અમે અમારા પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ.

જોકે, પ્રિયંકા અને નિકે તેમનું બાળક બોય છે કે ગર્લ તે અંગે કંઈ જણાવ્યું  ના હતું પરંતુ US Weeklyના રિપોર્ટ અનુસાર, પ્રિયંકા અને નિક બેબી ગર્લના માતા-પિતા બન્યા છે. બંનેએ તેમના સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતાની સાથે જ તેમના ફેન્સ અને ફોલોઅર્સ તેમને શુભકામનાઓ આપવા લાગ્યા હતા. અભિનેત્રી લારા દત્તા ભૂપતિએ કમેન્ટ કરતા લખ્યું, ‘અભિનંદન.’ તે જ સમયે, નિર્માતા ગુરનીત મોંગાએ કમેન્ટ કરી અને લખ્યું, ઓહ માય ગોડ, આ ખૂબ જ ખાસ છે… ખૂબ ખૂબ અભિનંદન. સારા સમાચાર.’

પ્રિયંકા ચોપરાના ખાસ મિત્રએ પણ કોમેન્ટ કરી હતી

આ રીતે અચાનક જ સોશિયલ મીડિયા પર બાળક વિશે જાણકારી આપ્યા બાદ તેના ફેન્સ તેને સતત શુભકામનાઓ આપી રહ્યા છે. પ્રિયંકા ચોપરાની પોસ્ટ શેર કર્યા પછી, તેની ખાસ મિત્ર લીલી સિંહે કોમેન્ટમાં લખ્યું, ‘તેને ગળે લગાવવા માટે રાહ જોઈ શકતી નથી’. તેથી જો આવું છે, તો જોનાસ પરિવાર માટે તે એક મોટી ખુશી સમાન છે અને પછી તે ફેન્સ અને તેમના નજીકના લોકો માટે પણ ખૂબ જ મોટા અને સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન ડિસેમ્બર 2018માં થયા હતા.

આ પણ વાંચો : David Warner: હવે ડેવિડ વોર્નર ‘પુષ્પા’ નો દિવાનો ! અલ્લૂ અર્જૂન સ્ટાઇલમાં સુપરહિટ ગીત પર ડાંન્સ મૂવ કર્યો Video

આ પણ વાંચો : RRR Movie Release Date : મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘RRR’ની નવી રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે આવી રહી છે સિનેમાઘરોમાં

Published On - 6:25 am, Sat, 22 January 22