Breaking News : 90 વર્ષના અભિનેતા આ ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યા, ગુજરાતી જમાઈએ આપ્યું હેલ્થ અપટેડ

Prem Chopra Health Update : બોલિવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાને લઈ એક હેલ્થ અપટેડ સામે આવી છે. તે એક ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યા છે.છાતીમાં દુખાવો અને ઈન્ફેક્શન લાગવાને કારણે તેમને 8 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જમાઈ શરમન જોશીએ હવે હેલ્થ અપડેટ આપ્યું છે.

Breaking News : 90 વર્ષના અભિનેતા આ ગંભીર બીમારીની ઝપેટમાં આવ્યા, ગુજરાતી જમાઈએ આપ્યું હેલ્થ અપટેડ
| Updated on: Dec 09, 2025 | 1:51 PM

બોલિવુડના દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરા છેલ્લા કેટલાક દિવસથી પોતાની હેલ્થને લઈ ચર્ચામાં છે. 8 નવેમ્બરના રોજ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે 90 વર્ષના છે અને હાર્ટ સંબંધી બીમારી સામે ઝઝુમી રહ્યા હતા. આ જીવલેણ બીમારીની સર્જરી કરવામાં આવી હતી. હવે અભિનેતા અને પ્રેમ ચોપરાના જમાઈ શરમન જોષીએ હેલ્થ સાથે જોડાયેલું એક અપટેડ આપ્યું છે.

પ્રેમ ચોપરાને એક ગંભીર બીમારી

પ્રેમ ચોપરાના જમાઈ અને અભિનેતા શરમન જોષીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે એક લાંબી પોસ્ટ કરી હતી. તે મુજબ પ્રેમ ચોપરાને એક ગંભીર બીમારી એઓર્ટિક સ્ટેનોસિસ હોવાનું નિદાન થયું હતું. તેમણે TAVI (ટ્રાન્સકેથેટર એઓર્ટિક વાલ્વ ઇમ્પ્લાન્ટેશન) સર્જરી કરાવી. આ પ્રક્રિયામાં ઓપન સર્જરી વિના હૃદયના એઓર્ટિક વાલ્વની સારવાર કરવામાં આવી છે. જમાઈ અને અભિનેતા શરમન જોશીએ જણાવ્યું છે કે પ્રેમ ચોપરા સ્વસ્થ છે અને હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે.

 

 

જમાઈએ સસરા માટે લખી લાંબી નોટ

શરમન જોષીએ સસરા પ્રેમ ચોપરાની હેલ્થ અપટેડ આપતા ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, તેમણે પોતાના પરિવાર તરફથી પણ હાર્ટ સ્પેશલિસ્ટ ડો. નિતિન ગોખલે અને કાર્ડિયોલોજિસ્ટ ડો રવિન્દ્ર સિંહ રાવનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે વખાણ કરતા કહ્યું કે, ડોક્ટરે પ્રેમ ચોપરાની સારી સારવાર કરી છે. તેના સસરાને ગંભીર એઓર્ટિક સ્ટેનોસિસ હોવાનું નિદાન થયું હતું, અને ડૉ. રાવે ઓપન-હાર્ટ સર્જરી વિના TAVI પ્રક્રિયાનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક વાલ્વ બદલ્યો હતો. અભિનેતાએ જણાવ્યું હતું કે, પીઢ અભિનેતા ઘરે પાછા ફર્યા છે અને સારું અનુભવી રહ્યા છે.

પ્રેમ ચોપરાનું કરિયર

જો પ્રેમ ચોપરાના કરિયરની આપણે વાત કરીએ તો 380થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. દિગ્ગજ અભિનેતાએ મોટાભાગે વિલનનો રોલ પ્લે કર્યો છે. અભિનેતાએ 1962માં ફિલ્મ વિદ્યા દ્વારા એક્ટિંગની શરુઆત કરી હતી. અંદાજે 6 દશક સુધી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે 90 વર્ષની ઉંમરે પણ ટીવી સીરિઝ શો ટાઈમ અને તે પહેલા ફિલ્મ એનિમલમાં કામ કર્યું હતુ.

ધર્મેન્દ્ર બાદ દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપરાની તબિયત અચાનક બગડી હોસ્પિટલમાં દાખલ , જુઓ પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો

Published On - 1:44 pm, Tue, 9 December 25