Radhe Shyam Postponed : સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પ્રભાસ (Actor Prabhas) અને અભિનેત્રી પૂજા હેગડેની (Pooja Hegade) મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાધે શ્યામ’ની રિલીઝ ડેટ પોસ્ટપોન કરવામાં આવી છે. અગાઉ આ ફિલ્મ 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ વધતા કોરોના સંક્રમણને કારણે ફિલ્મના નિર્માતાઓ કોઈ જોખમ લેવા માંગતા નથી, તેથી ફિલ્મની રિલીઝ ડેટને હાલ પૂરતી મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કોરોનાવાયરસના વધતા જતા કેસ અને તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને (Omicron Variant) કારણે દેશના ઘણા રાજ્યોએ વીકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે. જેની સીધી અસર સિનેમાઘરો પર પડશે.જેને ધ્યાનમાં રાખીને ફિલ્મ રાધે શ્યામના નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટ હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે ‘રાધે શ્યામ’ફિલ્મના નિર્માતાઓએ તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ (UV Creation) પર આ માહિતી આપી છે.
નિર્માતાઓએ ટ્વીટમાં લખ્યુ કે, અમે છેલ્લા કેટલાક દિવસોથી અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને જોતા એવું લાગે છે કે મોટા પડદા પર આવવા માટે અમારે રાહ જોવી પડશે. રાધે શ્યામ ફિલ્મ એ એક પ્રેમ કહાની છે અને અમને ખાતરી છે કે તમારો પ્રેમ અમને આ મુશ્કેલ સમયને દૂર કરવામાં મદદ કરશે. ટૂંક સમયમાં સિનેમાઘરોમાં મળીશું.
We have to postpone the release of our film #RadheShyam due to the ongoing covid situation. Our sincere thanks to all the fans for your unconditional love and support.
We will see you in cinemas soon..!#RadheShyamPostponed pic.twitter.com/aczr0NuY9r
— UV Creations (@UV_Creations) January 5, 2022
રાધે શ્યામ ફિલ્મના નિર્માતાઓએ આ પગલું એવા સમયે લીધુ જ્યારે એસએસ રાજામૌલીએ તાજેતરમાં જ તેમની આગામી ફિલ્મ RRRની રિલીઝ ડેટ હાલ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. રાજામૌલીની ફિલ્મ 7 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાની દહેશતને કારણે ઘણા રાજ્યોએ સિનેમાઘરો બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ મોકૂફ રાખવાની ફરજ પડી છે.
આ પણ વાંચો : દીપિકા પાદુકોણ જીવે છે વૈભવી જીવન, મોડલિંગના દિવસોથી અભિનેત્રી ઘણી બદલાઈ ગઈ છે, જુઓ તસવીરો
આ પણ વાંચો : કંગનાને છૂટ આપવા સામે જાવેદ અખ્તરના વકીલે કર્યો વિરોધ, કોર્ટને કહ્યું ટ્રાયલમાં થઈ રહ્યો છે વિલંબ