પીટ ડેવિડસન અને કિમ કાર્દાશિયન પ્રથમ વખત એકસાથે દેખાયા, શું આ છે તેમના સંબંધોની પુષ્ટિ

Hollywood News : અમેરિકાની ફેમસ સ્ટાર કિમ કાર્દાશિયને અત્યાર સુધીમાં 3 લગ્ન કર્યા છે. તેણીએ વર્ષ 2000માં ડેમન થોમસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2004માં અલગ થઈ ગયા હતા.

પીટ ડેવિડસન અને કિમ કાર્દાશિયન પ્રથમ વખત એકસાથે દેખાયા, શું આ છે તેમના સંબંધોની પુષ્ટિ
Kim Kardashian & Pete Davidson (File Photo)
| Edited By: | Updated on: Apr 11, 2022 | 11:58 PM

એવું જણાઈ રહ્યું છે કે, હોલીવુડની (Hollywood) જાણીતી અભિનેત્રી કિમ કાર્દાશિયન (Kim Kardashian) અને તેનો બોયફ્રેન્ડ પીટ ડેવિડસન (Pete Davidson) લોકો સમક્ષ તેમના સંબંધોને જાહેર કરવા માટે હવે તૈયાર છે. કિમના આગામી શોના પ્રીમિયરમાં પીટ કિમને સપોર્ટ કરવા માટે ત્યાં પહોચ્યો હતો. આ સ્ટાર કપલનો પ્રથમ ઓફિશિયલ પબ્લિક અપિરિયન્સ હતો. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે બંનેને એકસાથે જોઈને તેમના ફેન્સ ખૂબ જ ખુશ છે.

પીટ-કિમ ઓફિશિયલ કપલ તરીકે મળ્યા જોવા

કિમ જ્યારથી તેના પતિ કેન્યે વેસ્ટથી અલગ થઈ છે, ત્યારથી તેણી તેના બોયફ્રેન્ડ પીટ ડેવિડસન સાથેની તસવીરો અને ક્યારેક તેના વિશે નિવેદનો આપીને સાબિત કરી રહી છે કે તેઓ બંને તેમના સંબંધને લઈને ગંભીર છે. જો કે, અત્યાર સુધી આ બંને જાહેરમાં સાથે જોવા મળ્યા ન હતા, પરંતુ કિમના આગામી શોએ આ ટાસ્ક પણ પૂર્ણ કરી લીધું છે.

તાજેતરમાં, પીટ કિમના આગામી શોના પ્રીમિયર નાઇટમાં હાજરી આપવા માટે ગોયા સ્ટુડિયોમાં સ્પોટ થયો હતો. હોલીવુડ મીડિયા અનુસાર, તે ઇવેન્ટમાંથી બહાર આવતા સમયે તેના લેડી લવ સાથે જોવા મળ્યો હતો. જ્યારે કિમ બોલ્ડ લુકમાં તબાહી મચાવી રહી હતી, ત્યારે પીટ સેમી કેઝ્યુઅલ લુકમાં એકદમ હેન્ડસમ લાગી રહયો હતો. આ સ્ટાર કપલ ખૂબ હેપ્પી મૂડ સાથે બહાર આવ્યું હતું.

પીટ સાથે થયો શાંતિનો એહસાસ

લાંબા સમયથી પીટને ડેટ કરી રહેલી કિમ તેમના સંબંધો વિશે પૂર્વે કંઈપણ કહેતા શરમાતી હતી, પરંતુ થોડા સમય પહેલા કિમે ‘ગુડ મોર્નિંગ અમેરિકા’ નામના એક શોમાં ખુલાસો કર્યો હતો કે તેણી પીટને ડેટ કર્યા પછી ખૂબ જ ખુશ અને શાંતિપૂર્ણ અનુભવી રહી છે.

જો કે, પીટ દ્વારા અત્યાર સુધી આ સંબંધ પર કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ જે રીતે તે આગામી શો માટે કિમને ટેકો આપવા આવ્યો હતો અને એકસાથે તેઓ બંને બહાર આવ્યા હતા, તે જોતા સ્પષ્ટ છે કે તેમનું પગલું આ સંબંધને લઈને સત્તાવાર જાહેરાત છે.

કિમ 4 બાળકોની માતા છે

કિમે અત્યાર સુધી 3 લગ્ન કર્યા છે. તેણીએ વર્ષ 2000માં ડેમન થોમસ સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. બંને વર્ષ 2004માં અલગ થઈ ગયા હતા. આ પછી, તેણે 2011 માં ક્રિસ હમ્પેરિસ સાથે લગ્ન કર્યા, પરંતુ કિમના પણ 2013માં છૂટાછેડા થઈ ગયા હતા. ત્યારબાદ કિમ કાર્દાશિયન અને કેન્યે વેસ્ટે 2014માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા.

આ દંપતીને 4 બાળકો છે. જેમાં સૌથી મોટી પુત્રીનું નામ નોર્થ, મોટા પુત્રનું નામ સેન્ટ, નાની પુત્રીનું નામ શિકાગો અને સૌથી નાના પુત્રનું નામ સેમ છે. વર્ષ 2020માં કિમના ત્રીજા લગ્ન પણ તૂટી ગયા હતા.

Kim Kardashian & Pete Davidson Together

આ પણ વાંચો – Jennifer Lopez : જેનિફર લોપેઝે અભિનેતા બેન એફ્લેક સાથે ફરી સગાઈ કરી, જુઓ રિંગ સેરેમનીની ઝલક

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 10:54 pm, Mon, 11 April 22