બિગ બોસ ફેમ અર્શી ખાન (arshi khan) હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. અર્શી પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. બિગ બોસના ઘરમાં અર્શી બે વખત ધમાલ મચાવી ચુકી છે. તાજેતરમાં અર્શી ત્યારે પ્રસિદ્ધિમાં આવી જ્યારે અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેનો જન્મ અફઘાનિસ્તાનમાં થયો હતો. હવે આ નિવેદન પર અર્શીએ આખી વાત સ્પષ્ટ રીતે રજૂ કરી છે.
એક સમાચાર મુજબ અર્શીના જણાવ્યા મુજબ તે અફઘાનિસ્તાનની છે અને તેમનો પરિવાર ત્યાંથી ભારતમાં સ્થાયી થયો હતો. જ્યારથી અર્શીએ પોતાને અફઘાની કહી છે ત્યારથી તેને અલગ અલગ રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં અર્શીએ તેવા લોકોને જવાબ આપ્યો જે તેને સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કહીને બોલાવે છે.
જાણો અર્શી ખાને ટ્રોલર્સને શું આપ્યો જવાબ
અર્શીએ જવાબ આપ્યો છે કે લોકોને લાગે છે કે હું પાકિસ્તાનની નાગરિક છું. ઘણી વખત મેં જોયું છે કે કેટલાક લોકો મને કોઈ કારણ વગર મારી નાગરિકતા માટે નિશાન બનાવે છે. આવા લોકો વિચારે છે કે હું એક પાકિસ્તાની છું જે ભારતમાં આવીને રહેવા લાગી છે. આવું બોલવા વાળા લોકોને કારણે મારા કામ પર પણ અસર થાય છે.
એટલું જ નહીં અર્શીએ વધુમાં કહ્યું કે આ બધું બોલવું મારા જીવનનો સૌથી ખરાબ અનુભવ છે. હું દરેકને સ્પષ્ટ કરવા માંગુ છું કે હું સંપૂર્ણપણે ભારતીય છું. મારી પાસે ભારત સરકાર સાથે સંબંધિત તમામ દસ્તાવેજો પણ છે. હું પાકિસ્તાની નથી પણ ભારતીય છું. અર્શીના કહેવા પ્રમાણે તે અફગાની પઠાણ છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે યુસુફ ઝહીર પઠાણ ગ્રુપ સાથે સંબંધ રાખુ છું.
અર્શીએ ખુલાસો કર્યો છે કે તેમના દાદા અફઘાનિસ્તાનથી ભારતમાં સ્થાયી થવા આવ્યા હતા અને તેઓ ભોપાલમાં જેલર હતા. મારા મૂળ ભલે અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોય પણ હું સંપૂર્ણપણે ભારતીય છું.
તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ
અર્શી ખાને બિગ બોસ 11માં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. આ પછી તે બિગ બોસ 14માં પણ જોવા મળી. બંને સીઝનમાં અર્શીએ પોતાની ખાસ સ્ટાઈલથી બધાને દીવાના બનાવ્યા હતા. બિગ બોસથી જ અર્શીને ખાસ સફળતા મળી હતી. તમને જણાવી દઈએ કે અર્શી ખાને 2014માં તમિલ ફિલ્મ મલ્લી મિષ્ઠૂથી ડેબ્યૂ કર્યું હતું.
આ પણ વાંચો :- Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે