Pehchan Kon: શું તમે આ બાળકીને ઓળખી શકો છો ? આજે છે તેમના લાખો ચાહકો

પહેચાન કૌનમાં,અમે તમને એક સ્ટારનો ફોટો બતાવીએ છીએ અને તમારે તે કોણ છે તે ઓળખવું પડશે. હવે આજે આ ફોટામાં પિતાના ખોળામાં બેઠેલી આ બાળકીને ઓળખો.

Pehchan Kon: શું તમે આ બાળકીને ઓળખી શકો છો ? આજે છે તેમના લાખો ચાહકો
Actress Shehnaaz gill childhood photo
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Feb 28, 2022 | 4:39 PM

Pehchan Kon :  તમે ઘણા સ્ટાર્સને ફોલો કરતા હશો, જેના ફોટાને સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ પસંદ કરવામાં આવે છે. પરંતુ જો તમે તેનો બાળપણનો ફોટો જોશો તો તમે તેને ભાગ્યે જ ઓળખી શકશો. આજે અમે તમને જે ફોટા બતાવી રહ્યા છીએ, શું તમે તેમને ઓળખી શકો છો ? તમને જણાવી દઈએ કે આ એક અભિનેત્રી Shehnaaz Gill ફોટો છે જેને આજે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે સલમાન ખાનના શો બિગ બોસમાં (Bigg Boss) જોવા મળી હતી અને આ શો બાદ તેની લોકપ્રિયતા ખુબ વધી છે. સલમાન ખાન પણ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

જો તમે તેને ઓળખી ન શક્યા હોય તો તમને જણાવી દઈએ કે તે બીજું કોઈ નહીં પરંતુ શહેનાઝ ગિલ છે. જી હા,આ ફોટોમાં શહનાઝ ગિલ તેના માતા-પિતા અને ભાઈ સાથે જોવા મળી રહી છે. શહેનાઝના આ ફોટા જોઈને કહી શકાય કે તે બાળપણથી જ ક્યૂટ છે. જીન્સ અને બ્લેક ટોપ પહેરીને પિતાના ખોળામાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

Shehnaaz Gill

તમને જણાવી દઈએ કે, શહેનાઝ આ પહેલા પંજાબી સોંગમાં જોવા મળી હતી. તેને પંજાબની કેટરિના કૈફ પણ કહેવામાં આવતી હતી. આ પછી તે સલમાન ખાનના શો બિગ બોસમાં આવી હતી. આ શોમાં તેના અંદાજને ખૂબ પસંદ કરવામાં આવ્યો. સિદ્ધાર્થ શુક્લા સાથેની તેની કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ કરવામાં આવી હતી. એટલું જ નહીં શહેનાઝે આ શો દરમિયાન ઘણી વખત સિદ્ધાર્થ માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો.

બિગ બોસ બાદ લોકપ્રિયતા વધી

જ્યારે શહેનાઝ બિગ બોસ શોમાંથી બહાર ગઈ ત્યારે પણ ચાહકોએ તેને ઘણો પ્રેમ આપ્યો.અભિનેત્રી શહેનાઝે ફરી પોતાનું ટ્રાન્સફોર્મેશન કર્યુ અને તે ફિટ થઈ ગઈ. હાલ તે પહેલા કરતા ઘણી વધુ ગ્લેમરસ જોવા મળી રહી છે. આજે તે ક્યૂટની સાથે હોટ એક્ટ્રેસ પણ બની ગઈ છે. તેમના ઘણા સોંગ સિદ્ધાર્થ શુક્લા સાથે પણ આવ્યા હતા,જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

 

આ પણ વાંચો : PHOTOS: વ્હાઈટ સાડીમાં જોવા મળી શાહરુખ ખાનની લાડલી, જુઓ સુહાનાની ખૂબસુરત તસવીરો

આ પણ વાંચો : અમિતાભ બચ્ચને ટ્વીટ દ્નારા તેમના ફેન્સને આપ્યું હેલ્થ અપડેટ, ફેન્સ થયા ચિંતિત