બચ્ચન પરિવારની વધી મુશ્કેલી ! પનામા પેપર્સ મામલે બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ED સમક્ષ થશે હાજર

|

Dec 20, 2021 | 12:01 PM

પનામા પેપર્સ મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. મળતા અહેવાલ અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઐશ્વર્યા રાયને પૂછવા માટે કેટલાક પ્રશ્નોની યાદી પણ તૈયાર કરી છે.

બચ્ચન પરિવારની વધી મુશ્કેલી ! પનામા પેપર્સ મામલે બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ED સમક્ષ થશે હાજર
Aishwarya rai bachchan will appear in front of ED

Follow us on

Panama Papers Case : પનામા પેપર્સ કેસને લઈને બચ્ચન પરિવારની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે. અભિષેક બચ્ચનની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને આજે દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવા સમન્સ પાઠવવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર, ઐશ્વર્યા રાયને દિલ્હીના લોકનાયક ભવનમાં હાજર રહેવા જણાવવામાં આવ્યુ હતુ. પરંતુ સુત્રોનુ માનીએ તો કેટલાક કારણોસર ઐશ્વર્યા રાય બચ્ચન આજે ED સમક્ષ હાજર નહિ થાય.

આ કેસમાં અભિષેક બચ્ચનની પણ પૂછપરછ કરવામાં આવી હતી

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

જો કે, હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ટૂંક સમયમાં ઐશ્વર્યા રાય બચ્ચનને નવું સમન્સ પાઠવવામાં આવશે. માહિતી અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ઐશ્વર્યા રાયને પૂછવામાં આવનાર પ્રશ્નોની યાદી અગાઉથી જ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર ઐશ્વર્યા રાય આજે સુનાવણીમાં હાજર નહીં રહે. તમને જણાવી દઈએ કે, ગયા મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની (Abhishek Bachchan) પણ પૂછપરછ કરવામાં આવી હતી.

અમિતાભ બચ્ચનને પણ નોટિસ મોકલવામાં આવી શકે

પનામા પેપર્સ કેસની તપાસમાં અત્યાર સુધીમાં ઘણા બોલિવુડ સેલેબ્સની પુછપરછ કરવામાં આવી ચૂકી છે. આ કેસ અંગે બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ED સમક્ષ પૂછપરછ માટે હાજર થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલવામાં આવી શકે છે.

સરકારના જણાવ્યા અનુસાર, પનામા પેપર્સ લીકમાં સંબંધિત 930 સંસ્થાના નામ સામે આવ્યા છે, જેમાંથી ભારતના લગભગ 500 લોકો પનામા પેપર્સ કેસમાં સામેલ છે. આ લોકો પર ટેક્સ ચોરીનો આરોપ છે. સરકારના જણાવ્યા અનુસાર પનામા પેપર્સ લીક ​​કેસમાં 20,353 કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. ત્યારે આ કેસમાં હાલ બચ્ચન પરિવારની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો : Aryan Khan Drug Case: શું સમીર વાનખેડે NCBમાંથી વિદાય લેશે, 31 ડિસેમ્બરે એક્સટેન્શન સમાપ્ત થશે

આ પણ વાંચો : Maharashtra: ગૃહમંત્રી અમિત શાહે પૂણેમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો કર્યો શિલાન્યાસ, કહી આ મહત્વપૂર્ણ વાતો

Next Article