OTT Friday Release : ઓટીટી પ્લેટફોર્મ પર મનોરંજનનો મસાલો, આજે OTT પર રિલીઝ થઈ રહી છે શાનદાર ફિલ્મો

જો તમે બધા છેલ્લા કેટલાક અઠવાડિયામાં રિલીઝ થયેલી ફિલ્મો જોઈ શક્યા નથી, તો આ અઠવાડિયે તમે આરામથી ઘરે બેસીને જોઈ શકો છો.

OTT Friday Release : ઓટીટી પ્લેટફોર્મ પર મનોરંજનનો મસાલો, આજે  OTT પર રિલીઝ થઈ રહી છે શાનદાર ફિલ્મો
ઓટીટી પ્લેટફોર્મ પર મનોરંજનનો મસાલો , આજે OTT પર રિલીઝ થઈ રહી છે શાનદાર ફિલ્મો
Image Credit source: instagram
| Edited By: | Updated on: Apr 15, 2022 | 12:36 PM

OTT friday release: સાઉથ સુપરસ્ટાર વિજય સ્ટારર ‘બીસ્ટ’ અને યશ સ્ટારર ‘KGF ચેપ્ટર 2′ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો (Blockbuster movie)થિયેટરોમાં રિલીઝ થવા ઉપરાંત, ઘણી બધી ફિલ્મો એપ્રિલના બીજા સપ્તાહમાં OTT પર રિલીઝ થવા જઈ રહી છે. જો તમે બધા છેલ્લા થોડા અઠવાડિયામાં રિલીઝ થયેલી ફિલ્મો જોઈ શક્યા નથી અથવા તો અક્ષય કુમાર (Akshay Kumar) અને કૃતિ સેનન અભિનીત ‘બચ્ચન પાંડે’ જેવી ઘણી બધી મૂવીઝનો આનંદ OTT  પર માણો. આજે અમે તમારા માટે આ શુક્રવારે રિલીઝ થનારી ફિલ્મો અને વેબ સિરીઝની યાદી તૈયાર કરી છે, જેને જોઈને તમે બધા તમારું મનોરંજન કરી શકો છો.

ફિલ્મનું નામ- બચ્ચન પાંડે

પ્લેટફોર્મ- એમેઝોન પ્રાઇમ વિડીયો

રિલીઝ તારીખ – એપ્રિલ 15, 2022

આ એક એક્શન-કોમેડી ફિલ્મ છે. તેની વાર્તા બચ્ચન પાંડે નામના ગેંગસ્ટર અને ફિલ્મ નિર્માતા માયરા દેવેકરની આસપાસ ફરે છે. માયરા બચ્ચન પાંડે પર બાયોપિક બનાવવા માંગે છે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમાર, કૃતિ સેનન, જેકલીન ફર્નાન્ડીઝ અને અરશદ વારસી મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મનું નામ- MAI

પ્લેટફોર્મ- નેટફ્લિક્સ

રિલીઝ તારીખ – એપ્રિલ 15, 2022

MAI એક ક્રાઈમ થ્રિલર સીરિઝ છે જે એક લાચાર માતા શીલની સ્ટોરી કહે છે. તે તેની નાની પુત્રી સુપ્રિયાના હત્યારાઓને શોધીને સજા કરવામાં વ્યસ્ત છે. આ વેબ સિરીઝમાં સાક્ષી તંવર, રાયમા સેન અને વિવેક મુશરન મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મનું નામ : Main Viyah Nahi Karona Tere Naal

પ્લેટફોર્મ- G5

પ્રકાશન તારીખ – એપ્રિલ 15, 2022

Main Viyah Nahi Karona Tere Naal એક પંજાબી કોમેડી ફિલ્મ છે. તેની વાર્તા કેનેડાના યુટ્યુબરની આસપાસ ફરે છે. તે પંજાબ આવે છે અને એક છોકરીના પ્રેમમાં પડે છે અને અહીંથી વાર્તામાં રસપ્રદ વસ્તુઓ બનવાની શરૂઆત થાય છે. આ ફિલ્મમાં ગુરનામ ભુલ્લર અને સોનમ બાજવા જેવા પંજાબી સ્ટાર્સ હાજર છે.

આ પણ વાંચો :

Good Friday 2022 : ગુડ ફ્રાઈડેની સમગ્ર દેશમાં ઉજવણી, PM મોદીએ જીસસ ક્રાઈસ્ટના બલિદાનને યાદ કર્યું

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો